નવી દિલ્હી, તા.૯
એક મહિના પહેલા પ્રમોદ ઉર્ફે કલ્લુને વિષ્ણુની ચાલીમાં રહેતા રણજીત રાવલે બાઈક ધીમે ચલાવવા કહેતા બંને વચ્ચે બબાલ થઈ હતી. જેની અદાવત રાખી કલ્લુએ રણજીત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. રવિવારે રાત્રે રણજીત હોસ્પિટલેથી પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે કલ્લુએ પોતાના બે મિત્રોને સાથે રાખી પાઈપ અને ધોકાથી રણજીત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ દરમિયાન રણજીત ભાગી ગયો હતો. રણજીત પોતાનો જીવ બચાવવા એક્ટિવાને છોડીને જ ભાગી ગયો હતો. રણજીત હાથમાં ન આવતા કલ્લુ અને તેના દોસ્તોએ પાઈપ વડે એક્ટિવાની તોડફોડ કરી હતી. આ ઘટના બાદ જોરદાર હોબાળો થયો હતો અને લોકોનું ટોળું ભેગું થઈ જતાં કલ્લુ પોતાના દોસ્તો સાથે નાસી ગયો હતો. આ અંગે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે કલ્લુ અને તેના બે ટપોરી દોસ્તોને પકડીને તેમનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું