(સંવાદદાતા દ્વારા) પાલનપુર, તા.ર૯
ઓલમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા સરિતા ગાયકવાડ બનાસકાંઠાની મહેમાન બની હતી પાલનપુરમાં સરિતાએ રોડ શો યોજી યુવા ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું ત્યાર બાદ પાલનપુરમાં સરિતા ગાયકવાડનું દબદબાભેર સન્માન કરાયું હતું.
એશિયન ઓલમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા સરિતા ગાયકવાડે બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં સર્કિટ હાઉસથી લઈને કાનુભાઈ મહેતા હોલ સુધી રોડ શો યોજ્યો હતો જેમાં શાળાની વિદ્યાર્થિનીઓની રેલીને સરિતા ગાયકવાડે પ્રસ્થાન કરાવ્યું હતું. સરિતા ગાયકવાડે ખુલ્લી જીપમાં બેસીને શહેરના માર્ગો ઉપર રોડ શો કરતાં રસ્તામાં અનેક જગ્યાએ તેનું સ્વાગત કરાયું હતું આ પ્રસંગે સરિતા ગાયકવાડે જણાવ્યું હતું કે તેને દેશ માટે કઈ કરી છૂટવાની ઈચ્છા હતી જેના કારણે તેણે મહેનત કરી અને ગોલ્ડમેડલ મેળવ્યો સરિતા ગાયકવાડે યુવાનોને પણ દેશ માટે કંઈક કરી છૂટવાની પ્રેરણા આપી હતી.