(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૭
કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાવે લોકસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં માહિતી આપી હતી કે ભારતમાં ૪૧,૩૩૧ પાકિસ્તાની, ૪૧૯૩ અફઘાનિસ્તાનના નાગરિકો રહે છે. આ તમામ નાગરિકો લઘુમતી સમુદાયમાંથી આવે છે. તેઓ લાંબા સમયથી ભારતમાં રહે છે. લાંબા સમયથી રહેતા નાગરિકોને વીઝા મેળવવામાં કઠનાઈ આવે છે. આ લોકો ૬ જેટલા લઘુમતી સંપ્રદાયના છે. વારંવાર વીઝા લેવા ચક્કર કાપવા ન પડે તે હેતુથી એલટીવી પોર્ટલ લોન્ચ કરાયું હતું જેથી તેમને સરળતાથી લાંબા સમયના વીઝા આપી શકાય. ૪૧,૩૩૧ પાકિસ્તાની અને ૪૧૯૩ અફઘાન નાગરિકો (લઘુમતી) ભારતમાં રહે છે. આ આંકડો ૩૧ ડિસેમ્બર ર૦૧૮ સુધીનો હતો. ભારતમાં ગેરકાયદેસર રહેતા પાકિસ્તાની નાગરિકોને પકડવામાં આવે છે. રાજસ્થાને સીમાવર્તી વિસ્તારમાં આવી ખબરો આવે છે. પાકિસ્તાનમાં અત્યાચારોથી પરેશાન લઘુમતી કોમના લોકો ભારતમાં આશ્રય માંગી રહ્યા છે. તેઓ ભારતમાં પરિવારો સાથે છૂપાઈને રહે છે. તેઓ પાકિસ્તાન પરત જવા ઈચ્છતા નથી.