(એજન્સી) લખનૌ, તા.૭
બુલંદશહેરમાં કથિત ગૌરક્ષાના નામે થયેલ હિંસા બાદ હવે તંત્રએ શહેરમાં આયોજિત ઈજતેમાના આયોજકોને નોટિસ જારી કરી છે.અ ા નોટિસ ઈજતેમામાં વધુ સંખ્યામાં લોકો પહોંચવા સંદર્ભે અપવામાં આવી છે.
બુલંદશહેરના જિલ્લાધિકારી અનુજકુમાર ઝાએ જણાવ્યું કે બુલંશહેદરમાં આયોજિત ઈજતેમામાં ર લાખ લોકોને એત્રિકત થવાની મંજૂરી હતી જ્યારે કે તેનાથી અનેક ગણી ભીડ આવી હતી. આ મુદ્દે જિલ્લાધિકારી દ્વારા આયોજકોને નોટિસ આપવામાં આવી છે.
આયોજકોએ દાવો કર્યો છે કે ઈજેતમામાં પ૦ લાખથી વધુ લોકોએ ભાગ ભાગ લીધો હતો. જો કે તેના કારણે સમગ્ર કાર્યક્રમના સંચાલનમાં કોઈ મુશ્કેલી આવી ન હતી. ઉલ્લેખનીય છે કે ઈજતેમા ભાજપના નેતાઓના નિશાના પર રહ્યો છે.