અમદાવાદ, તા. ૧૦
હાર્દિક પટેલને મળવા અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ગ્રીનવુડ રિસોર્ટ પહોંચ્યા હતા. પાટીદારોને અનામત, ખેડૂતોની દેવા માફી અને અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ મામલે હાર્દિક ૧૭ દિવસથી ઉપવાસ પર ઉતર્યો છે. બે દિવસ હોસ્પિટલમાં સારવાર બાદ ગઈકાલથી તેણે આમરણાંત ઉપવાસને ચાલુ રાખ્યા હતા. ત્યારે આજે હાર્દિક પટેલને મળવા માટે દેશભરમાંથી નેતાઓ સહિતના લોકો આવી શકે છે. હાર્દિકની મુલાકાત લીધા બાદ જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, આરક્ષણનો મુદ્દો જટિલ હોઈ ખેડૂતોના દેવા મુદ્દે સરકારે કંઈ કર્યું નથી. હાર્દિકની ટીમ સાથે વાત કરી નથી. સરકાર નહીં સાંભળે આંદોલનનો બીજો રસ્તો અપનાવવો જોઈએ, પણ હાર્દિક પોતાની વાત પર અડગ છે. સરકાર પોતાનો ઈગો સાઈડમાં મૂકી ટેબલ ટોક માટે છાવણીની મુલાકાત લો. છેલ્લા કેટલાય દિવસથી હાર્દિક અનશન પર છે અને તેની તબિયત નાજુક થવાના સમાચાર મળે તો પાટીદારો મળવા આવે તો પાટીદારને, મીડિયાને ધારાસભ્યોને રોકવામાં આવે છે. પોલીસના અધિકારીઓનો આ સ્વભાવ બરાબર નથી તેનો સખ્ત શબ્દમાં વિરોધ કરૂં છું.