(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૬
જેએનયુ છાત્ર સંઘના પૂર્વ પ્રમુખોએ એક સંયુક્ત પત્રકાર પરિષદમાં સરકારની આલોચના કરી કહ્યું કે, આ સમય દેશના શિક્ષણને બચાવવાનો છે. જેએનયુ છાત્ર સંઘના પૂર્વ પ્રમુખ એનસીપી નેતા ડી.પી.ત્રિપાઠીએ કહ્યું કે, આપણે એ માગણી ઉઠાવવાની જરૂર છે કે આપણા પૈસા શિક્ષા, સ્વાસ્થ્ય અને સમાજના જરૂરિયાતમંદ લોકોની મદદ માટે ખર્ચ કરાય. આ ધનનો નવી પેઢી માટે ખર્ચ કરવો જોઈએ કારણ કે તે દેશનું ભવિષ્ય છે. ૭૦ના વર્ષમાં ત્રણ વખત જેએનયુના અધ્યક્ષ રહેલા ડાબેરી નેતા સીતારામ યેચૂરીએ કહ્યું કે, જેએનયુના વિદ્યાર્થીઓ પર હુમલા એક સમજદારીપૂર્વકના એજન્ડાનો ભાગ છે. છાત્રો સાથે અમારી એકતા માત્ર જેએનયુમાં ફી વધારા વિરોધી આંદોલન સુધી સિમિત નથી. પરંતુ અમારી એકતા જનશિક્ષા અને સરકારી પૈસાથી પૂરી પડાતી શિક્ષા પદ્ધતિને લઈને ચાલી રહેલા સંઘર્ષ સાથે છે. યેચૂરીએ કહ્યું કે, જેએનયુ છાત્રો પર હુમલા મોદી સરકારની વૈચારિક યોજનાઓનો ભાગ છે. દેશમાં હિન્દુ રાષ્ટ્ર સ્થાપિત કરવા માટે તકો પર હુમલા કરે છે. તેઓ તર્ક સાથે કુતર્ક રજૂ કરે છે. તેમને જોઈએ છે તેથી ઉચ્ચ શિક્ષાના કેન્દ્રોને નિશાન બનાવે છે. આ મોટો એજન્ડા છે જે આવનાર સમયમાં ભારત માટે ખતરનાક સાબિત થશે. ૧૯૭૩માં જેએનયુના છાત્ર સંઘના પૂર્વ પ્રમુખ અને સીપીઆઈના પૂર્વ મહાસચિવ પ્રકાશ કારતે કહ્યું કે, મોટો મુદ્દો જન શિક્ષાનો છે જેની સામે ખતરો પેદા થયો છે. આ સરકારમાં શિક્ષણનું વ્યાપારીકરણ અને ખાનગીકરણ વધી રહ્યું છે. ૭૦ના દશકમાં એવું લાગ્યું હતું. જેએનયુ માત્ર સક્ષમ અને ધનિક વર્ગ માટે શિક્ષાનું કેન્દ્ર બની ન જાય તે માટે એવી પ્રવેશ નીતિ બનાવાઈ જેમાં વિભિન્ન બાળકો અને પૃષ્ઠભૂમિથી આપતા છાત્રોને ભણવાનો મોકો મળે. ગયા સત્રમાં જેએનયુ છાત્ર સંઘના અધ્યક્ષ રહેલા એન.આઈ.બાલાજીએ કહ્યું કે, છાત્રો સારી અને સસ્તી શિક્ષાની માગણી કરે છે. તેમણે જેએનયુના કુલપતિ જગદીશકુમાર પર જૂઠ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. વરિષ્ઠ પત્રકાર અને સ્તંભકાર એન.આર.મોહંતિએ કહ્યું કે, જેએનયુ છાત્ર લોકતાંત્રિક સિદ્ધાંતોની રક્ષા માટે આંદોલન કરે છે. જેએનયુ હંમેશા તર્કોના પક્ષમાં ઊભું રહ્યું છે. આ પ્રસંગે સંયુક્ત નિવેદનમાં જેએનયુના છાત્રોના સમર્થનમાં દેશભરમાં ર૭ નવેમ્બરે દેશવ્યાપી વિરોધ કરવાની જાહેરાત કરી હતી.