(એજન્સી) શ્રીનગર, તા.૬
ગઈકાલે શ્રીનગરમાં પક્ષના બે કાર્યકરોની હત્યા અંગે ભાજપ અને સરકાર પર આરોપ મૂકી પત્રકારો સમક્ષ બોલતાં નેશનલ કોન્ફરન્સના ધારાસભ્ય શમીના ફિરદોસ રડી પડ્યા હતા. ફિરદોસે કહ્યું કે, મને કહેવામાં કોઈ ખચકાટ નથી કે મારા કાર્યકરોની હત્યા ભાજપ અને સંઘના લોકોએ કરી છે. તે અંગે મને કોઈ શંકા નથી. તેમણે એવો પણ આરોપ મૂક્યો કે રાજ્યપાલ શાસનમાં યોજનાબદ્ધ રીતે હત્યાઓ થઈ રહી છે અને લોકોને ભયભીત કરાય છે. જેથી નેશનલ કોન્ફરન્સ તેમાં ભાગ ન લે.