(એજન્સી) અગરતલા, તા.૯
ત્રિપુરામાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને જનજાતિય દળ ઈન્ડિજિનસ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરાના (આઈપીએફટી) કાર્યકર્તાઓની વચ્ચે સ્વયંશાસિત જિલ્લા પરિષદ (એડીસી) હેઠળ આવનાર પ્રખંડ પરામર્શી સમિતિના (બીએસી) અધ્યક્ષની નિમણૂકના મુદ્દા પર હિંસક સંઘર્ષ ચાલુ છે. આ મુદ્દા પર આઈપીએફટીના હિંસક કાર્યકર્તાઓએ કાલે પશ્ચિમી ત્રિપુરાના લેફુંગા બ્લોકમાં બંધનું આયોજન કર્યું હતું. ત્યારબાદ રાજ્યના ઉપમુખ્યમંત્રી જિષ્ણુ દેવ બર્મને સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે બંને દળોના નેતાઓની બેઠક બોલાવી હતી, પરંતુ હજુ સુધી ખોવઈ, મોહનપુર અને શાંતિબજાર અનુમંડલમાં પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકાયો નથી. ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબકુમાર દેબએ અઠવાડિયા પહેલાં આઈપીએફટીના નેતાઓને ચેતવણી આપતા બીએસીના અધ્યક્ષની નિમણૂકના મુદ્દા પર રાજ્ય સરકારના નિર્ણયને માનવા અથવા સરકાર છોડવા અને આઈપીએફટી કાર્યકર્તાઓ પર લગામ કસવાનું કહ્યું હતું, ત્યારબાદ પરિસ્થિતિ થોડા સમય સુધી નિયંત્રણમાં રહી. પરંતુ ત્યારબાદ પુનઃ આવી જ પરિસ્થિતિ પેદા થઈ ગઈ.
એડીસી હેઠળ આવનારા બીએસી અધ્યક્ષ બધા જ પદ ઈચ્છતા હતા, જે ભાજપ સરકારને મંજૂર નથી અને આ જ કારણથી ઘણાં સ્થળો પર આઈપીએફટી કાર્યકર્તા ઉગ્ર થઈ ગયા. ગત દોઢ મહિના દરમિયાન ત્રિપુરામાં આઈપીએફટી અને ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે ચાલી રહેલા હિંસક સંઘર્ષના અત્યારસુધીમાં ર૧ કિસ્સાઓ સામે આવ્યા છે.
ચેતવણી બાદ પણ ભાજપા ગઠબંધનની વચ્ચે હિંસક મારામારી જારી, સરકાર પર સંકટ !

Recent Comments