(એજન્સી) નવી દિલ્હી, તા.૧
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું છે કે, આજે પહેલાં કરતા પણ વધુ કંપનીઓ બેંકોની દેવાદાર છે. જે પહેલાં ન હતી. પહેલાં કરતાં વધુ યોજનાઓ અટકી પડી છે. ઘણા બેંક ખાતા પહેલાં કરતાં પણ વધુ એનપીએ બની ગયા છે. બેંકોને હવે પહેલાંથી વધારે ઉધાર આપતી રોકી દેવાઈ છે. દરેક જગ્યાએ સંકટ છવાયું છે. તેમણે કહ્યું કે, મોદી સરકાર બે અંકોવાળા વૃદ્ધિદરનો વાયદો કર્યો હતો. ચાર વર્ષ થયા છતાં તે સિદ્ધ થયું નહીં. હવે નહીં કરી શકે. જીડીપી પર બોલતા કહ્યું કે, યુપીએના ૧૦ વર્ષના આર્થિક વિકાસ દરના આંકડા ઘટાડી દેવાયા છે. નવી રીતે કરાવેલ ગણના બાદ યુપીએ શાસનકાળમાં જીડીપીમાં લગભગ દર વર્ષે ૧ ટકો ઓછો કરાયો છે. આ માટે સરકારે અર્થવ્યવસ્થાના વિકાસની યોગ્ય તસવીર રજૂ કરવા તર્ક આપ્યો છે. નીતી આયોગનો સંશોધિત જીડીપી આંક મજાક છે. બેહદ ખરાબ નીતિ આયોગે આ ડેટા કોઈના માન-સન્માનને ઠેસ પહોંચાડવા કર્યો છે. ત્યારે આ સમય છે. બેકાર સંસ્થાને બંધ કરી દેવી જોઈએ.