(એજન્સી) નવી દિલ્હી,તા.ર
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને સ્થાપક મુલાયમસિંઘ યાદવે શનિવારે તેમના સરકારી આવાસને સુપ્રીમ કોર્ટે નક્કી કરેલી સમય મર્યાદામાં ખાલી કરી નાખ્યું છે. હવે તેઓ સુલ્તાનપુર રોડ પર આવેલા બંગ્લોઝમાં રહેશે.
આ પહેલાં બુધવારે મુલાયમસિંઘે પોતાનું સરકારી આવાસ ખાલી કરી દીધું હતું. તેમના સરકારી આવાસની બહાર ટેમ્પો પણ જોવા મળ્યો હતો. બીજી તરફ, બસપા સુપ્રીમો માયવાતીએ ડી.જી.પી.ને પત્ર લખીને પોતાના નવા બંગ્લા નવ માળ એવન્યુ માટે સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવાની માંગણી કરી છે, કે જેથી તેઓ ૧૩-એ માળ એવન્યુને છોડી શકે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ સ્થાનિક સાંસદ રાજનાથસિંહે પણ પોતાનું ચાર કાલીદાસ માર્ગ પર આવેલો સરકારી બંગ્લો ખાલી કરી દીધો છે.
જ્યારે મુલાયમસિંઘ યાદવના વીવીઆઈપી ગેસ્ટ હાઉસ પહોંચતા પહેલાં જ તેમની સુરક્ષામાં લાગેલા ઝેડ સિક્યુરિટીના કમાન્ડો ત્યાં પહોંચી ગયા.