(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૪
રાજ્યમાં આવેલી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સહિતની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ર૦ હજાર કરતાં વધુ શિક્ષકોની જગ્યા ખાલી હોવાથી શિક્ષણ પર ખૂબ જ ગંભીર અસર પડી રહી છે. એક તરફ રાજ્યમાં ટેટ અને ટાટ ઉત્તીર્ણ દોઢ લાખ યુવાન અને યુવતીઓ શિક્ષક તરીકે કારકિર્દી ઘડવા લાંબા સમયથી નોકરીની રાહ જોઈ રહ્યા છે. તેની સામે ર૦ હજાર શિક્ષકોની જગ્યા ખાલી હોવા છતાં અને વારંવાર રજૂઆત અને ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવા છતાં સરકારના પેટનું પાણી હલતું નથી.
ટેટ-ટાટ પાસ થયેલ દોઢ લાખ યુવાનો વારંવાર રજુઆત કરીને ભરતી પ્રક્રિયા માટે માંગ કરી રહ્યાં છે. રાજ્યનો શિક્ષણ વિભાગ અને સરકાર યેનકેન પ્રકારે શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં વારંવાર જુદા-જુદા કારણોસર રોડા નાંખી કૌભાંડ કરીને હજારો યુવાન – યુવતીઓની શિક્ષક બનવાની કારકિર્દી પર પ્રશ્નાર્થ ચિન્હ લગાવી દીધું છે ? ટેટ-ટાટ પાસ યુવાન-યુવતીઓ ગાંધીનગર છેલ્લા બે વર્ષથી ભરતી પ્રક્રિયા માટે રજૂઆત કરે છે ત્યારે ખાતરી આપ્યા બાદ ભરતી પ્રક્રિયા અંગે કોઈ કામગીરી કરવામાં આવતી નથી. રાજ્યમાં ૨૦૧૪થી પાસ થયેલા દોઢ લાખ યુવાનો વારંવાર રજૂઆત કરીને ભરતી પ્રક્રિયા માટે માંગ કરી રહ્યાં છે. રાજ્યનાં શિક્ષણ વિભાગ અને સરકારે યેનકેન પ્રકારે શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં વારંવાર જુદા જુદા કારણોસર રોડા નાંખી કૌભાંડો કરીને હજારો યુવાન-યુવતીઓની શિક્ષક બનવાની કારકિર્દી પર પ્રશ્નાર્થ ચિન્હ લગાવી દીધું છે ? ટેટ-ટાટ પાસ યુવાન યુવતીઓ ગાંધીનગર છેલ્લા બે વર્ષથી ભરતી પ્રક્રિયા માટે રજૂઆત કરે છે ત્યારે ખાતરી આપ્યા બાદ ભરતી પ્રક્રિયા અંગે કોઈ કામગીરી કરવામાં આવતી નથી.
રાજ્યમાં ર૦૧૪થી પાસ થયેલા ટાટના યુવાનોની ઊંમર વિતી જશે, માર્કશીટની સમય અવધિ પૂરી થઈ જશે, તેવા સતત ભય અને ડર વચ્ચે માાનસિક ત્રાસ અનુભવી રહ્યાં છે. ટેટ-ટાટની પરીક્ષામાં પેપર ફૂટવા, માર્કસની ગેરરીતિ, ભરતી નિયમોમાં છેડછાડ, ભરતી પ્રક્રિયામાં વિલંબ, શિક્ષણ વિભાગની ઓળખ બની ગઈ છે. ત્યારે રાજ્યના દોઢ લાખ કરતા વધુ ટેટ-ટાટ પાસ યુવાન – યુવતીઓ લાંબા સમયથી ભરતી પ્રક્રિયાની રાહ જોઈ રહ્યાં છે ત્યારે રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ શાળાઓમાં ૨૦,૦૦૦ કરતા વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા તાત્કાલિક હાથ ધરવા કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ માંગ કરી છે.