(એજન્સી) કોલકાતા, તા.૧૫
શું આજે એવો કોઇ રાજકારણી છે જે વિદ્યાસાગર જેટલો શિક્ષિત, બુદ્ધીશાળી અને સામાજિક ન્યાય પ્રત્યે કટિબદ્ધ છે ? ૧૮૯૧ની ૨૯મી જુલાઇએ ઇશ્વર ચંદ્ર વિદ્યાસાગરનું ૭૦ વર્ષની વયે નિધન થયું ત્યારે રવિંન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે કોઇને આશ્ચર્ય થાય કે ચાર કરોડ બંગાળીઓમાં ઇશ્વરે વિદ્યાસાગર જેવી વ્યક્તિ કેવી રીતે પેદા કરી. શું કોઇ વ્યક્તિ આજે બંગાળમાં ભાજપ અને ટીએમસીના નેતાઓ અને પક્ષના કાર્યકારો માટે આવું કહી શકે છે. બંને પક્ષોના નેતાઓ અને કાર્યકરો રાજ્યમાં લોકસભાની સીટો માટે હાલમાં ભૂંડી લડાઇ લડી રહ્યા છે. બંગાળી ક્રાંતિકારીની પ્રતિમા ખંડિત અને તોડી નાખવામાં આવી, આ ઘટના બંગાળના ક્રાંતિકારી નેતા બંગાળી નવયુગની શળરૂઆત કરનાર વ્યક્તિ વિશે અને વિદ્યાસાગરની પ્રતિમા તોડીનાખનારા રાજકીય ગુંડાઓ આપણને શું કહે છે. હિન્દુત્વના સોદાગરોની ઇશ્વર ચંદ્ર વિદ્યાસાગર સાથે કેવી રીતે સરખામણી કરાય ? ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર નામાંકિત લેખક, ફિલોસોફર અને માનવતાના પ્રખર સમર્થક હતા. વિદ્યાસાગર બંગાળી શિક્ષણ વ્યવસ્થામાં ક્રાંતિ લાવ્યા હતા. તેમણે બંગાળી ભાષાના લખાણ અને ભણાવવાની પદ્ધતિમાં સુધારા કર્યા હતા. બંગાળી આલ્ફાબેટ શીખવા માટે પ્રારંભિક પાઠ તરીકે હજીપણ વિદ્યાસાગરના પુસ્તક ‘બોર્નો પોરિચોરી’નો ઉપયોગ કરવામાં આવે છે.

અમિત શાહના રોડ શોમાં હિંસા દરમિયાન વિદ્યાસાગરની પ્રતિમા
પર હુમલાનો બદલો લેવા મમતા બેનરજીની લોકોને અરજ

(એજન્સી) કોલકાતા, તા.૧૫
ભાજપના પ્રમુખ અમિતશાહના કોલકાતામાં રોડ શો દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો સાથે અમિતશાહના સમર્થકોની અથડામણ સર્જાયા બાદ મંગળવારે મોટાપાયે હિંસા ફાટી નીકળી હતી. બાળી નાખવામાં આવેલી મોટર સાઇકલ સાથે વિરોધ કરી રહેલા ભાજપના કાર્યકરોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયા છે. આ હિંસામાં નામાંકિત બંગાળી સમાજ સુધારક ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા પણ ખંડિત અને તોડી પાડવામાં આવી હતી. સાંજે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ વિદ્યાસાગર કોલેજની મુલાકાત લીધી હતી. કેટલાક વીડિયોમાં કોલકાતાના પોલીસવાળાઓને પાણીની ડોળથી આગ બુઝાવવાના પ્રયાસો કરતા જોઇ શકાય છે. કોલકાતાના બેહાલામાં એક રેલીને સંબોધતા મમતા બેનરજીએ જણાવ્યું હતું કે જો તમે વિદ્યાસાગર પર હાથ નાખશો તો, હું તમને ગુંડાઓ સિવાય શું કહું. હું તમારી વિચારસરણી અને તમારા માર્ગોને ધિક્કારૂં છું. મમતા બેનરજીએ ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની લોકોને અરજ કરી છે. ભગવા પાર્ટી વિરૂદ્ધનો પ્રત્યેક વોટ વિદ્યાસાગર પર હુમલાનો બદલો હશે.