(એજન્સી) ઈસ્લામાબાદ, તા. ૩
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશરફે એવું કહ્યું કે પાકિસ્તાનમાં લશ્કરી શાસનને કારણે દેશ સાચા પાટે ચડ્યો હતો. જ્યારે સભ્ય સરકારોએ કારણે દેશને ખૂબ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. તેમણે આગળ કહ્યું કે સરમુખ્યતારોએ દેશને સાચા પાટે ચડાવ્યો, સભ્ય સરકારોએ દેશને તબાહ કર્યો. બુધવારે બીબીસી ઊર્દુને આપેલા એક ઈન્ટરવ્યુમાં મુશરફેે પાકિસ્તાનના પૂર્વ તાનાશાહ ફિલ્ડ માર્શલ અબુયખાન અને જનરલ ઝીયા ઉલ હકની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે તાનાશાહોએ હમેંશા દેશનું ભલું કર્યું છે જ્યારે નાગરિક સરકારોએ દેશને તબાહ કર્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિએ એવું પણ કહ્યું કે પાકિસ્તાનમાં જ્યારે જ્યારે પણ લશ્કરી શાસન જાહેર કરવામાં આવ્યું ત્યારે ત્યારે તે તાકીદની જરૂર હતી. એશિયાના તમામ દેશોએ તાનાશાહીને કારણે પ્રગતિ જોઈ છે. જોકે તેનાથી પાકિસ્તાનની વસતીને કોઈ ફર્ક પડતો નથી. દેશ પર ચૂંટાયેલી સરકારનું શાસન હોય કે પછી કોઈ તાનાશાહનું તેનાથી લોકોનું કોઈ ફર્ક પડતો નથી. મુશરફે પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની ભારત નીતિની ટીકા કરતાં કહ્યું કે નવાઝ શરીફની વિદેશઈ નીતિ ટોટલ સેલઆઉટ પોલીસી હતી. ભારત બલુચિસ્તાન સક્રિય છે. પાકિસ્તાનની વિરૂદ્ધ કોણ સક્રિયપણે કામ કરી રહ્યું છે તે પાકિસ્તાનના લોકોની વિરૂદ્ધ છે. મુશરફે ૧૯૯૯ ના લશ્કરી બળવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ બળવામાં મુશરફે તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફને પદભ્રષ્ટ કરીને સત્તા હાથ કરી લીધી હતી.