કોડીનાર, તા.૯
કોડીનાર તાલુકાના પેઢાવાડા ગામે નજીવી બાબતે સરપંચ સહિતના ૪ શખ્સોએ પતિ-પત્ની ઉપર હુમલો કરી મારામારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના અંગે હર્ષદ ઉર્ફે હરેશ અરજનભાઈ વાળાએ નોંધાવેલી ફરિયાદ મુજબ પેઢાવાડા ગામે તેમના મકાન પાસે જીઈબીના માણસો થાંભલામાં વાયર બાંધવા આવતા જે વાયર ના બાંધવા હર્ષદભાઈના પિતાએ જીઈબીમાં અરજી આપી હતી. થાંભલામાં વાયર નાખવાની ના પાડતા ગામના સરપંચ રણધીર રાજાભાઈ વાળા, તેમની પત્ની ઉષાબેન, પુત્ર જિગ્નેશ અને હિતેશ નાથાએ હર્ષદભાઈના ઘરે જઈ, “તું થાંભલામાં વાયર બાંધવાની ના શું કામ પાડે છે ?” તેમ કહી ઉશ્કેરાઈ જઈ હર્ષદભાઈ અને તેમના પત્નીને ગાળો ભાંડી ધોકા લાકડી વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.