પેરિસ, તા.૩
વિવાદિત રનર જસ્ટિન ગેટલિનને આઈએએએફ દ્વારા અપાતા સર્વશ્રેષ્ઠ અથલિટોના વાર્ષિક પુરસ્કારોમાં નામાંકન મળ્યું નથી. ઉસેન બોલ્ટને હરાવી ૧૦૦ મીટર દોડનો હાલનો ચેમ્પિયન બનેલો ગેટલિન ઉપર બે વાર ડ્રોપિંગના આરોપમાં પ્રતિબંધ લાગી ચૂક્યો છે. આ વર્ષ ઓગસ્ટમાં લંડન વિશ્વ ચેમ્પિયનશીપમાં ૧૦૦ મીટર દોડમાં ચેમ્પિયન બનીને તેણે બધાને ચકિત કરી દીધા હતા. આ સ્પર્ધામાં જમૈલના મહાન એથલિટ ઉસેન બોલ્ટને કાંસ્યચંદ્રકથી સંતોષ કરવો પડ્યો હતો. આઈએએએફએ યાદી જાહેર કરી એમાં ર૦૦૪ બાદ આવું પહેલીવાર બન્યું છે જ્યારે ૧૦૦ મીટર દોડમાં ઓલિમ્પિક અને વિશ્વ ચેમ્પિયનને સામેલ કરવામાં આવ્યો નથી. આવું એટલા માટે થયું છે. કારણ કે ર૦૧પમાં નિયમ બનાવાયો હતો કે ડ્રોપિંગના પ્રતિબંધનો સામનો કરનાર એથલિટને આ પુરસ્કારની યાદીમાં સામેલ કરવામાં નહીં આવે.