Gujarat

જામનગર મહાનગરપાલિકાના બે અધિકારી ફરજમાં બેદરકારી બદલ સસપેન્ડ

(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૧૪
જામનગર મહાનગર પાલિકાનાં બે અધિકારીને ફરજમાં બેદરકારી દાખવવા બદલ મ્યુનિ. કમિશ્નર દ્વારા સસપેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત એક વર્ક આસીસ્ટન્ટને પણ છુટા કરવામાં આવ્યા છે. જામનગર મહાનગર પાલિકાનાં કમિશ્નર આર.બી.બારડ ગઈકાલે શહેરમાં રૃટીન રાઉન્ડ માટે નીકળ્યા હતા. તેઓ દિગ્જામ સર્કલ પાસે પહોંચ્યાં ત્યાં રોડ ઉપર ખોદકામ ચાલી રહ્યું હતું. આથી કમિશ્નર દ્વારા સ્થળ પર પોતાની ગાડી રોકાવી કામ બાબતે શ્રમીકને પૂછપરછ કરતા ત્યારે કામ બાબતે અજ્ઞાનતા દર્શાવી હતી. આથી કમિશ્નરએ તુંરત જ સમર્પણ ઈએસઆઈ માં ફરજમાં રહેલા નાયબ ઈજનેર બી.એમ.નકુમ તથા જુનિયર ઈજનેર કિશોર પીઠીયાને સ્થળ ઉપર બોલાવ્યા હતાં. અને ખોદકામ શા માટે કરવામાં આવી રહ્યું છે તે અંગે પૂછપરછ કરતા આ બંને અધિકારીઓ પણ શું કામ ચાલે છે તે જાણતા ન હતાં આથી મ્યુનિ. કમિશ્નર પણ માથું ખંજાળવા લાગ્યા હતાં. અને ગઈકાલે ભરત નકુમ અને કિશોર પીઠીયાને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસપેન્ડ કરી નાંખ્યા હતાં.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.