(સંવાદદાતા દ્વારા) છાપી, તા. ૬
વડગામ તાલુકા ના માહી ગામ ના લઘુમતી સમાજ ના આઠ પરિવાર ને છેલ્લા બે વર્ષ થી સરકાર ની એન.એફ. એસ .એ.નો લાભ ન મળતા ગત તારીખ ૨૯/૬/૨૦૧૮ ના રોજ આત્મવિલોપન કરવા માટે મુખ્યમંત્રી ને લેખિત માં અરજી કરી માગ કરતા ચકચાર મચી જવા પામી હતી અરજી નો મુખ્યમંત્રી કાર્યાલય દ્રારા વડગામ મામલતદાર પાસે ખુલાસો માગવા માં આવ્યો હતો જોકે તંત્ર દ્રારા છાપી પોલીસ ને જાણ કરતા પોલીસે પીડિત મહિલા તોઇના બેન હનીફભાઇ શેખ (કુંભાર) ની અટકાયત કરી કોર્ટ માં રજૂ કરી પાક્કા જામીન મેળવ્યા હતા જેથી આ ઘટના ને લઈ તંત્ર ઉપર ફિટકાર વરસી હતી
છેલ્લા બે વર્ષથી સસ્તા આનાજનો હક માગતા પરિવારો ઉપર ગુનેગારો જેવો વહેવાર કરાતા વડગામ પુરવઠા કચેરી તેમજ સરકાર સામે લોકો માં ભારે રોષ વ્યાપી ઉઠ્યો હતો જોકે આ સમગ્ર ઘટના બાદ પીડિત પરિવારે શુક્રવારે મામલતદાર ને આવેદન પત્ર આપી દશ દિવસ માં પોતાનો સસ્તાઅનાજ મળવા નો હક નહિ આપવા આવે તો મામલતદાર કચેરી આગળ અચોક્કસ મુદત માટે ઉપવાસ ઉપર બેસવા ની ધમકી ઉચ્ચારી હતી