વઢવાણ,તા.૧૧
લખતર તાલુકાના બજરંગ પુરા ગામે અગાઉના ખેતરના ઝઘડામાં બોલાચાલી બાદ મામલો બિચકતા પતિ-પત્ની અને પુત્રીને હુમલો કરી માર મારતા ૭ સામે ગુનો નોંધાયો છે. લખતરના બજરંગ પુરા ગામે રહેતા ભરતભાઈ પરિવાર ઉપર ખેતરમાં ચાલતા જૂના કેસ તેમજ પોલીસ ફરિયાદના મામલે ઘરનો દરવાજો તોડી અને ધારિયા જેવા હથિયાર સાથે મારમારતા ભરત ભાઈ નયનાબેન તેમજ પુત્રી કિષ્નાબેનને ઈજા થતા દવાખાને સારવાર માટે ખસેડી સારવાર દરમ્યાન સાત હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવતા લખતર પોલીસ દ્વારા ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.