મુંબઈ, તા.પ
ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સુનિલ ગાવસ્કરે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાનારી ત્રણ મેચોની ટી-ર૦ સિરીઝની ભારતીય ટીમમાં રહાણેની પસંદગી નહીં કરવા બદલ નારાજગી વ્યક્ત કરી છે. ગાવસ્કરે કે. એલ.રાહુલને ટી-ર૦ ટીમમાં સ્થાન આપવા બદલ બીસીસીઆઈના પસંદગીકારોના નિર્ણય પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે પસંદગીકારોએ આનું યોગ્ય કારણ બતાવવું જોઈએ. સનીએ કહ્યું કે જે ખેલાડી (રહાણે)એ સતત ચાર અર્ધ સદી ફટકારી છે. આખરે તેને ટીમમાં સ્થાન કેમ ના મળ્યું. તેમણે કહ્યું કે રાહુલ સારો ખેલાડી છે પણ તેને પાંચ વન-ડે મેચોની સિરીઝમાં એક પણ મેચ રમવાની તક મળી નથી. આખરે રાહુલ ટીમમાં કેમ છે અને સતત અર્ધસદી બનાવનાર રહાણે ટીમમાં કેમ નથી. આ અંગે પ્રતિક્રિયા આપતા રહાણે કહ્યું કે તે ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારોના નિર્ણયનું સન્માન કરે છે. ટીમમાં પસંદગીકાર માટે હરીફાઈ હોવી જરૂરી છે. આનાથી તમને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાની પ્રેરણા મળે છે.