(એજન્સી) કોરીમા,તા.૧૩
નેશનલ સોશિયાલીસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડે બુધવારે કહ્યું છે કે નાગા સમુદાયનો ભારત સંઘમાં વિલય નહીં થાય પરંતુ બે સંસ્થાઓના રૂપે ભારત સાથે મળીને કામ કરશે. મોર્ગન એક્ષપ્રેસના રિપોર્ટ મુજબ નાગાઓને ભારત નાગા રાજનીતિક સમસ્યાના સમાધાન માટે અવસરનો લાભ ઉઠાવવાનું આહવાન કરી કહ્યું હતું કે આ પ્રકારના સમાધાન માટે દરેક સંભાવનાઓ શોધી કઢાશે. રિપોર્ટ મુજબ એનએસસીએનએ રાજયપાલ રવિ સાથે મતભેદો બાદ આ કદમ ઉઠાવ્યું છે. વાતચીતમાં રાજયપાલ રવિએ પ્રદેશના ૭ અન્ય નાગા વિદ્રોહી સમુહોને સામેલ કરવા કહ્યું હતું. જેનાથી એનએસસીએન નારાજ હતું.
એનએસસીએન (આઈએમ)એ એક નિવેદનમાં કહ્યું છે કે નાગા ભારતીય સંઘમાં વિલય નહીં કરે, પરંતુ ભારત સંઘ સાથે બે સંસ્થાઓના રૂપે મળશે. નાગા એક માન્યતા પ્રાપ્ત સંસ્થા છે. નાગા ભારતીય સંવિધાનને સ્વીકારતા નથી. પરંતુ નાગા અને ભારતીય દક્ષતાઓના આધારે સંપ્રભુ શકિતઓને એક કરશે. ભારત સરકારે ૧૯૯૭માં એનએસસીએન (આઈએમ) સાથે યુદ્ધ વિરામ સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા હતા. ર૦૧પમાં કેન્દ્ર અને વિદ્રોહી સમૂહે એક સમાધાન માટે વાતચીત શરૂ કરી હતી. બીજી તરફ આસામ રાઈફલ્સ અને ભારતીય સેનાની એક સંયુકત ટીમે અરૂણાચલ પ્રદેશના મોંટોગસા ગામમાં એક ઓપરેશન દરમ્યાન ર૦૧૮માં ત્રણ એનએસસીએન (આઈએમ)ની છાવણીઓ નષ્ટ કરી હતી. ગયા વર્ષે જુલાઈમાં કેન્દ્રએ એક સંસદીય પેનલને સૂચિત કર્યું તેના વિદ્રોહી સમૂહ સાથે એક ફ્રેમવર્ક સમજૂતી સાથે હસ્તાક્ષર કર્યા છે.