(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૯
દિલ્હીના શાહીન બાગ ખાતે નાગરિકતા કાયદા અને એનઆરસી વિરૂદ્ધ ધરણાં પર બેઠેલાં મહિલાઓ સાથે વાતચીત કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા મધ્યસ્થીઓ શાહીનબાગ પહોંચ્યા હતાં. સુપ્રીમ કોર્ટે એડવોકેટ સંજય હેગડે અને સાધના રામચંદ્રનને લોકો સાથે વાતચીત કરવાનું કહ્યું હતું. શાહીનબાગમાં સંજય હેગડેએ કહ્યું- અમે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અહીં પહોંચ્યા છીએ. અમે બધા લોકો સાથે વાતચીત કરીશું અને આશા છે કે વિવાદ ઉકેલાઇ જશે. રાહદારીઓને કોઇ સમસ્યાનો સામનો નહીં કરે અને રોડ રાહદારીઓ માટે ફરી ખોલી શકાય તેના માટે અન્ય સ્થળે આંદોલન ચાલુ રાખવાનું દેખાવકારોને સમજાવવાનું મધ્યસ્થીઓને સુપ્રીમકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. સંજય હેગડેએ શાહીન બાગના દેખાવકારોને કહ્યું કે હું તમારાથી પ્રભાવિત થયો છું ્‌અને સ્વતંત્રતા કાયમ રહેશે. સંજય હેગડેએ દેખાવકારોને સુપ્રીમ કોર્ટનો આદેશ વાંચીને સંભળાવ્યો. તેમણે કહ્યું કે અમે બન્ને સુપ્રીમ કોર્ટના વકીલ છીએ અને તમને બધાને સાંભળવા આવ્યા છીએ. શાહીનબાગ જતા પહેલા હેગડેએ ટિ્‌વટર પર પણ લોકો પાસેથી સૂચનો પણ માંગ્યા હતા. જ્યારે સાધના રામચંદ્રને કહ્યું, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તેમને આંદોલન કરવાનો હક છે. અમે તમારી બધી વાત સાંભળીશું. મને વિશ્વાસ છે કે અમે એવું સમાધાન કરીશું જે માત્ર દેશ માટે નહીં પણ દુનિયા માટે એક ઉદાહરણ બની જશે. તેમણે કહ્યું કે તેઓ મીડિયાની ગેરહાજરીમાં લોકો સાથે વાત કરશે પરંતુ સીએએ અને એનઆરસીના વિરોધમાં દેખાવ કરી રહેલી મહિલાઓએ પત્રકારોની હાજરીમાં વાત કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમણે એવું પણ કહ્યં કેબાળકો સ્કૂલ જાય છે, લોકો ઓફિસ જાય છે. હક ત્યાં સુધી જ હોવો જોઇએ જ્યાં સુધી બીજા લોકોના હક પ્રભાવિત ન થાય. રોડ, પાર્ક, બ્રિજ સાર્વજનિક સુવિધા છે. તેમણે એવું પણ કહ્યું કે જો રોડ બ્લોક કરી દેવામાં આવશે તો પછી લોકો ક્યાં જશે ?