વઢવાણ, તા.૧૧
વઢવાણ નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની યોજાયેલ ચૂંટણીમાં કોંગ્રેસના ૧૦ સભ્યોએ બળવો પોકારી ભાજપને ટેકો જાહેર કરતા કોંગ્રેસે સત્તા ગુમાવી હતી.
આજરોજ પ્રમુખ ઉપપ્રમુખની યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ૧૦ સભ્યોએ ભાજપને ટેકો આપતા પ્રમુખ પદે ખીમાબા ડોડીયાની જ્યારે ઉપપ્રમુખ પદે ભોજરાજસિંહ જાડેજાની નિમણૂક કરવામાં આવી છે.
આમ અઢી વર્ષમાં કોંગ્રેસે વઢવાણ નગરપાલિકા પરથી સત્તા ગુમાવી દીધી છે. જ્યારે લીંબડી ભાજપે સત્તા જાળવી રાખી છે.
વઢવાણ પાલિકામાં કોંગ્રેસના ૧૦ સભ્યોએ બળવો કરતાં સત્તા ગુમાવી

Recent Comments