(એજન્સી) નવી દિલ્હી, તા. ૯
દિલ્હીની જવાહર લાલ નેહરુ યુનિવર્સિટીમાં થયેલી હિંસાની વિરુદ્ધ એક તરફ વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન ચાલુ છે તો બીજી તરફ કોંગ્રેસ પણ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા જયરામ રમેશે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે આ હિંસાની પાછળ ગૃહમંત્રી-એચઆરડી મંત્રી છે. જવાહર લાલ નેહરુ યુનિવર્સિટીમાં થયેલી હિંસાની વિરુદ્ધ વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, હિંસા માટે ગૃહમંત્રી અમિત શાહ અને એચઆરડી મંત્રી રમેશ પોખરિયાલ દ્વારા સત્તાવાર રીતે પ્રાયોજિત ગુંડાગીરી જવાબદાર છે. તેઓએ કહ્યું કે, જે બુકાનીધારીઓએ કેમ્પસમાં હુમલો કર્યો હતો. તેઓની તાત્કાલિક ધરપકડ કરવી જોઇએ. કોંગ્રેસ નેતાએ માંગ કરી છે કે યુનિવર્સિટીના વીસીએ તાત્કાલિક રાજીનામુ આપી દેવું જોઇએ. દરેક વ્યક્તિ જાણે છે કે, આ હિંસા પાછળ કોણ હતું. પીએમ નરેન્દ્ર મોદી પર સીધો હુમલો કરતા જયરામ રમેશે કહ્યું કે, ઁસ્ ૨.૦ આજે ઁસ્ ૨.૫થી વધારે ખતરનાક છે. જયરામ રમેશે જણાવ્યું હતું કે, હું સીધો એચઆરડી મંત્રી અને કેન્દ્રીય ગૃહ મંત્રી પર ઘટના માટે આરોપ લગાવી રહ્યો છું. આ સત્તાવાર પ્રાયોજિત ગુંડાગીરીથી વધુ કાંઇ નથી. તેમણે કહ્યું કે, હિંસાની ઘટનાને હાલ ૭૨ કલાક પસાર થઇ ગયા છતાં પોલીસ દ્વારા એક પણ વ્યક્તિની ધરપકડ કરાઇ નથી. આને જાણીજોઇને અવગણવામાં આવે છે. કોંગ્રેસ નેતાએ માગ કરી હતી કે, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને તાત્કાલિક અસરથી સરકાર દ્વારા રાજીનામું આપી દેવું જોઇએ. તેમણે કહ્યું હતું કે આ મુદ્દે કેટલાક મહિના પહેલા મારી વાત એચઆરડી મંત્રાલય સાથે થઇ હતી અને ત્યારે કહેવાયું હતું કે ઉપકુલપતિની હકાલપટ્ટી કરાશે પણ આશ્ચર્યજનક રીતે હજુ સુધી આ કામ થયું નથી.
JNU હિંસા ‘સત્તાવાર પ્રાયોજિત ગુંડાગીરી’, ગૃહ અને એચઆરડી મંત્રી જવાબદાર : કોંગ્રેસ

Recent Comments