અમદાવાદ, તા.૨૬
સેટેલાઇટ ગેંગરેપની પીડિતાના પિતાએ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરીને આ કેસના આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરી લેવા અને તેમના ઉપર કરવામાં આવેલા નાર્કો ટેસ્ટને માન્ય નહીં રાખવા માટે માગણી કરી હતી. આ પિટિશનની આજરોજ સુનાવણી નીકળતા જસ્ટિસ આર.પી. ઢોલરિયાની ખંડપીઠે ક્રાઈમ બ્રાન્ચને નોટિસ કાઢીને વધુ સુનાવણી આગામી તારીખ ૨જી ઓગસ્ટના રોજ રાખી હતી. ઉલ્લેખનીય છે કે, આ કેસના આરોપીઓ ગૌરવ દાલમિયા, વૃષભ મારૂ અને યામિની નાયરની હજુ ધરપકડ કરાઈ નથી. આરોપીઓ ઉપર નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને એવું કહેવાઈ રહ્યું છે કે, નાર્કો ટેસ્ટમાં તેઓ આરોપી તરીકે પ્રસ્થાપિત થતાં નથી. આરોપીઓએ સામે ચાલીને જ ગુજરાત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી દ્વારા તેમના ઉપર વૈજ્ઞાનિક ટેસ્ટ કરવા માટે માગણી કરી હતી. તેઓએ એવી દલીલ કરી હતી કે, આ કેસમાં તેમને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યા છે અને જો તેમનો નાર્કો અને બ્રેઇન મેપિંગ કરવામાં આવે તો તેઓનું નિર્દોષ સાબિત થવાનું પ્રસ્થાપિત થાય તેમ છે. પીડિતાના પિતાએ હાઇકોર્ટમાં કરેલી અરજીમાં રજૂઆત કરી હતી કે, શહેર પોલીસે કાયદાનું પાલન કરીને આરોપીઓની ધરપકડ કરી નથી. આ ઉપરાંત આરોપીઓની માગણીને આપીને તેમની ઉપર એફએસએલ ટેસ્ટ કરાવવામાં આવ્યા છે. જો આ ટેસ્ટને ધ્યાનમાં લઈને તેમની નિર્દોષતા માની લેવામાં આવે તો તેઓને ભારે અન્યાય થાય તેમ છે. આથી તેઓને તાત્કાલિક ધરપકડ થવી જોઈએ અને તેઓનો નાર્કોટેસ્ટ જોઈએ નહીં આ બાબતમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મણિનગર ખાતે રહેતી ૨૨ વર્ષની યુવતીએ એવી ફરિયાદ નોંધાવી હતી કે, ઉપરોક્ત આરોપીઓએ સ્કોર્પિઓ કાર તેમની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યામિની નાયરે મદદગારી કરી હતી. જો કે, પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી નહોતી આથી યુવતીના પિતા તરફથી એવા આક્ષેપો કર્યા છે કે, પોલીસ આરોપીઓને છાવરી રહી છે. બીજી બાજુ આરોપીઓના પરિવારજનો જણાવ્યું હતું કે, તેમના સંતાનો નિર્દોષ છે અને તેમને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યા છે. અગાઉ પણ હાઇકોર્ટમાં પિટિશન કરીને કોઈ સ્વતંત્ર તપાસ એજન્સીને આ કેસની તપાસ સોંપી દેવાની દાદ માંગી હતી. આ કેસના તપાસ દરમિયાન આઇપીએસ અધિકારી જે.કે. ભટ્ટ દ્વારા યુવતીને ખોટા પ્રશ્નો પૂછીને તેને પરેશાન કરવાના આક્ષેપો થયા હતા ત્યારબાદ હાઇકોર્ટમાં પિટિશન આ કેસમાંથી ખસી ગયા હતા.
સેટેલાઈટ ગેંગરેપ : આરોપીઓની તત્કાલ ધરપકડ કરો પણ નાર્કો ટેસ્ટ નહીં

Recent Comments