(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૧
બિહારના રાજ્યપાલ સત્યપાલ મલિકને મંગળવારે જમ્મુ અને કાશ્મીરના નવા રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા હોવાનું રાષ્ટ્રપતિ ભવનના પ્રવક્તાએ જણાવ્યું છે. સત્યપાલ મલિકની નિયુક્તિને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બહાલી આપી દીધી છે. સત્યપાલ મલિકના સ્થાને હવે લાલજી ટંડન બિહારના રાજ્યપાલ બનશે. અન્ય ફેરફારોમાં રાષ્ટ્રપતિએ સત્યદેવ નારાયણ આર્યને હરિયાણાના રાજ્યપાલ અને બેબી રાની મૌર્યને ઉત્તરાખંડના રાજ્યપાલ, મેઘાલયના રાજ્યપાલ ગંગાપ્રસાદની ટ્રાન્સફર કરીને તેમને સિક્કીમના રાજ્યપાલ નિયુક્ત કર્યા છે. જ્યારે ત્રિપુરાના રાજ્યપાલ તથાગત રોયને મેઘાલયનો ચાર્જ આપવામાં આવ્યો છે. હરિયાણાના રાજ્યપાલ કપ્તાન સિંહ સોલંકીને ત્રિપુરાના રાજ્યપાલ નિયુક્‌ત કરાયા છે. રાષ્ટ્રપતિ ભવનની જારી કરાયેલી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે બધા રાજ્યપાલો સંબંધિત રાજ્યોમાં હોદ્દાઓ સંભાળે એ તારીખથી તેમની નિયુક્તિઓ અમલી બનશે.ે