(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૦
લોકસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોની કવાયત પૂરજોશમાં ચાલુ છે ત્યારે તેની સાથે સાથે ચૂંટણીપંચ દ્વારા પણ તૈયારીઓ હાથ ધરવા સાથે આચારસંહિતાના કડક અમલ સહિતની કામગીરી જારી છે. ચૂંટણીપંચના રાજ્યમાં આચારસંહિતાના કડક અમલના દાવા અને તેમને મળેલી રર જેટલી આચારસંહિતા ભંગની તમામ ફરિયાદોનો નિકાલ કર્યાના જવાબ સામે રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીના નિવાસસ્થાને ભાજપની પ્રદેશ સંસદીય સમિતિની યોજાયેલી બેઠક અંગે આચારસંહિતા ભંગના મુદ્દે ચૂંટણીપંચ રાજ્યના મુખ્ય અધિકારીને તેમના જ પત્રના સંદર્ભ ટાંકી પ્રશ્ન કરાતાં તેઓએ યોગ્ય જવાબ આપવાને બદલે આ અંગે તપાસ કરીને જણાવવાનું ચૂંટણી પંચ દ્વારા આ વખતે રોકડ રકમના ખાસ માર્ગદર્શિકા જાહેર કરવા સાથે દિવ્યાંગ મતદારો માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવાની પણ જાહેરાત કરાઈ છે.
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ.એસ.મુરલીક્રિષ્ણાએ આજે લોકસભા ચૂંટણી અંગેની તૈયારીઓ તથા ગોઠવાયેલી વ્યવસ્થા વગેરેની વિગતો આપી હતી. આ સમયે તેમણે આચારસંહિતા ભંગ અંગે થયેલી રર ફરિયાદોનો નિકાલ કરાયો હોવાની અને તેમાં મુખ્યમંત્રી નિવાસે યોજાયેલી ભાજપની બેઠક સામે આચારસંહિતા ભંગની થયેલી ફરિયાદને પણ દફતરે કરાયાની જવાબ આપતા તેમને પ્રશ્ન કરાયો હતો કે, આપના પોતાના જારી કરેલા પરિપત્રમાં સરકારી આવાસ- બંગલા કે તેના આંગણાનો પણ રાજકીય પ્રવૃત્તિ માટે ઉપયોગ કરી શકાશે નહીં તેનો ઉપયોગ આચારસંહિતા ભંગ ગણાશે. ેતેવો સ્પષ્ટ નિર્દેશ હોવા છતાં મુખ્યમંત્રી નિવાસે યોજાયેલી બેઠક સામેની ફરિયાદની બાબત દફતરે કરાઈ ? આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, હું તપાસ કરીને જણાવીશ.
એસ. મુરલી ક્રિષ્ણાએ જણાવ્યું હતું કે, ચૂંટણી આચાર સંહિતા દરમિયાન પક્ષ, પક્ષના કાર્યકર, ઉમેદવાર અંગે રોકડની હેરફેર માટે ચૂંટણી પંચ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં તપાસ દરમિયાન, ઉમેદવાર કે તેના એજન્ટ કે પક્ષનો કોઈ કાર્યકર અથવા ચૂંટણી સંબંધિત સામગ્રી, પોસ્ટર્સ સાથેના કોઈ વાહનમાં રૂ. ૫૦ હજાર થી વધુ રોકડ મળી આવશે અથવા આ વાહનમાં કોઈ પણ પ્રકારના ડ્રગ્સ, દારૂ, હથિયારો અથવા રૂ.૧૦ હજાર થી વધુ કિંમતની એવી ભેટ-સોગાદો મળી આવશે કે જેનો ઉપયોગ મતદારોને લલચાવવા માટે થવાની સંભાવના હોય અથવા કોઈ ગેરકાનૂની વસ્તુઓ લઈ જવાતી જણાશે તો, તે જપ્તીને પાત્ર રહેશે.”
આ ઉપરાંત કોઈ સ્ટાર પ્રચારક ખાસ તેમના વ્યક્તિગત ઉપયોગ માટે રૂ.૧ લાખ સુધીની રોકડ રકમ લઈ જતા હોય અથવા પક્ષનો કોઈ કાર્યકર રોકડ રકમ સાથે, તેનો ઉપયોગ કેવી રીતે થવાનો છે તેની વિગતો દર્શાવતું પક્ષના ખજાનચીનું પ્રમાણપત્ર સાથે લઈ જતા હોય તો સ્થાયી દેખરેખ ટુકડી અધિકારી પ્રમાણપત્રની નકલ પોતાની પાસે રાખી લેશે અને રોકડ જપ્ત કરશે નહી.
રોક્કડ રકમની હેરફેર મુદ્દે આવકવેરા વિભાગને પણ જવાબદારી સોંપવામાં આવી છે. ઈન્કમ ટેક્ષ વિભાગ દ્વારા ૪૦૦ થી વધુ અધિકારીઓની નિમણૂક કરી છે. ખર્ચ નિયંત્રણ માટે રાજય કક્ષાના નોડલ અધિકારીઓ પણ નિમાયા છે. પંચ દ્વારા ટુંક સમયમાં ખર્ચ નિરીક્ષકની નિમણુંક થનાર છે. ચૂંટણીની અધિસૂચના થયેથી ૬૩૯ સ્ટેટીક સર્વેલન્સ ટીમ અને ૨૦૮ જેટલા મદદનીશ ખર્ચ નિરીક્ષક કામગીરી શરૂ કરશે. ફ્લાઈંગ સ્ક્વોડના વાહનો જિલ્લા કક્ષાએ મોનીટર કરવા તેમા જી.પી.એસ. ફીટ કરવા સર્વે કલેક્ટરને સૂચના અપાઈ છે માટે ટોલ ફ્રી નંબર પણ જાહેર કરાયા છે તમામ જિલ્લામાં વ્યવસ્થા ગોઠવાઈ છે. ટીમો પણ કાર્યરત થઈ ગયેલ છે.
આચારસંહિતા ભંગની કુલ ૨૨ ફરિયાદો મળી છે, તે તમામનો નિકાલ કરવામાં આવ્યો છે. તેમજ રાજ્યમાં કુલ ૮૦,૯૫૯ જાહેર ખબરોનાં પોસ્ટરો, બેનરો,દિવાલ પરનાં લખાણો, ધજા-પતાકા વગેરે જાહેર ઈમારતો પરથી દૂર કરવામાં આવ્યા છે.