(એજન્સી) તા.૧પ
જે લોકો વિઝાની મર્યાદા પૂર્ણ થઇ જવા છતાં સઉદીમાં વસવાટ કરી રહ્યાં છે, વસવાટ કરવાના નિયમોનો ભંગ કરી રહ્યાં છે, કામ અને સરહદ સુરક્ષાના માપદંડોનો ભંગ કરી રહ્યાં છે એવા વિદેશી કામગારો, માલવાહકો અને ઓપરેટરો વિરુદ્ધ સઉદીના આંતરિક બાબતોના મંત્રાલયે ૧પ નવેમ્બર ર૦૧૭થી અભિયાન હાથ ધર્યુ છે. આંતરિક બાબતોના મંત્રાલયે ત્યાંના સ્થાનિક રહેવાસીઓ અને નાગરિકોને એવા લોકો સાથે કોઇપણ પ્રકારનો વ્યવહાર જેમ કે કોઇ સોદો, તેમને આશ્રય આપવો, છૂપાવવા, ટ્રાન્સપોર્ટિંગ, ઓપરેટિંગ તથા ટેકો આપવા જેવી પ્રવૃત્તિઓ ન કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું છે જે વસાહતના નિયમનો ભંગ કરી રહ્યાં છે એવા લોકોને ટેકો આપવો ગુનો કહેવાશે અને તેના માટે દંડ ભરવા તૈયાર રહેજો. જોકે આંતરિક બાબતોના મંત્રાલયના આ અભિયાનમાં સુરક્ષા તંત્ર પણ સાથ આપશે અને બંને વિભાગોની ભાગીદારીમાં આ અભિયાન આગળ વધારાશે. સઉદી અરબે આવા લોકોની માહિતી આપવા માટે ૯૯૯ નંબર જાહેર કર્યો છે જેના પર કોલ કરીને આવા લોકોની માહિતી આપવા અને દેશને ભંગ કરનારાઓથી મુક્ત કરાવવાની અપીલ કરવામાં આવી છે.