(એજન્સી) રિયાધ, તા.ર૮
સઉદીની પ્રતિભાશાળી ફાતેમાના નામથી NASAએ એક તારાનું નામ અલ-શેખ ૩૩પ૩પ રાખ્યું. આ તરૂણીએ આઈએસઈએફમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ NASAને ખૂબ જ પ્રભાવિત કર્યા. ૧૯ વર્ષીય ફાતેમા બિન્તે અબ્દેલ મોનીમે અલ-ફેસલીયાહ ઈસ્લામિક સ્કૂલ ખોબર તરફથી વર્ષ ર૦૧૬માં (આઈએસઈએફ) ઈન્ટરનેશનલ સાયન્સ એન્ડ એન્જિનિયરીંગ ફેરમાં પ્રતિનિધિત્વ કર્યું હતું જ્યાં તેણીએ સ્ટ્રીગોલેકટોન કાર્લ-ર નીંદણના પરોપજીવી બીજ અંકુરણના અસરકારક નવીનીકરણ પર શોધ કરી હતી. એ શોધ બદલ સ્પર્ધામાં બીજા ક્રમે આવી હતી. વિશ્વની સૌથી મોટી ઈન્ટરનેશનલ પ્રિ-કોલેજ સાયન્સ તરફથી ૧પ૦૦ ડોલર આગળ અભ્યાસ માટે ઈનામ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. સઉદી સમાચારના જણાવ્યાનુસાર ‘નાસા’ દ્વારા આ આ બાળાના સંશોધનને એવોર્ડથી નવાઝવામાં આવે. નાસા દ્વારા આ સમાચાર મળતાં ફાતિમા ઘણી ખુશ છે જ. તેનું સ્વપ્ન સાકાર થઈ જવા રહ્યું છે તથા સઉદીના પ્રિન્સ તુર્કી બિન-અબ્દુલ્લાહ બિન-અબ્દુલ અઝીઝે ફાતિમા અને તેના પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી.