International

સઉદીમાં હજ હેકાથોનમાં મહિલાઓની ટીમ તુર્જમાન વિજયી, ર,૬૬,૬૬૭ ડોલર ઈનામમાં મળ્યા

(એજન્સી) તા.૮
સઉદી અરબ સરકારે હજ પર આવી રહેલા હાજીઓની સુરક્ષા અને મદદ માટે ખાસ તૈયારી કરી છે. વાર્ષિક હજયાત્રાથી એક મહિના પહેલા જિદ્દાહ શહેરમાં હજ હેકાથોનનું આયોજન કરાયું હતું. જેમાં દુનિયાભરથી કમ્પ્યૂટર પ્રોગ્રામિંગ એક્સપટ્‌ર્સ ખાસ કરીને મહિલાઓ પણ સામેલ થઈ હતી. તેમાં સાઉદી ફેડરેશન ફોર સાઈબર સુરક્ષા અને પ્રોગ્રામિંગ ટીમે વિજેતાઓની જાહેરાત કરી હતી. તેમાં ૫ સઉદી મહિલાઓની ટીમ તુર્જમાનને પ્રથમ ઈનામ અપાયું. તેણે એવી એપ બનાવી છે જે દુનિયાભરના હાજીઓ માટે તેમની ભાષામાં રોડ ડિરેક્શન સિગ્નલ્સ અને ટ્રાફિક નિયમનું ભાષાંતર કરી શકે છે. તમને જણાવી દઇએ કે આ ટીમને લગભગ ર૬૬૬૬૭ ડોલરનું ઇનામ મળ્યું હતું એટલે કે લગભગ એક મિલિયન જેટલા સઉદી રિયાલ. સઉદી અરબમાં હજ માટે શ્રદ્ધાળુઓનું આગમન પણ ચાલુ છે. હજ હેકાથોનમાં બીજું ઈનામ મેળવનાર ટીમે હજ વોલેટ નામની એપ તૈયાર કરી હતી. આ એપની મદદથી હજ વોલેટથી ખરીદી અને ટ્રાન્જેક્શન પર સરળતાથી કરી શકાય છે. હજ હેકાથોનમાં બે પાકિસ્તાની પ્રોફેશનલ્સે પણ ભાગ લીધો હતો. તેમણે બે પૂર્વ એશિયન વિદ્યાર્થીઓ સાથે મળીને વર્ચ્યુઅલ લીશ નામે એક એપ બનાવી હતી. આ એપથી ખોવાઈ ગયેલી વ્યક્તિની લોકેશન ટ્રેસ કરી શકાશે. જ્યારે સઉદીના જ ચાર કમ્પ્યૂટર એક્સપટ્‌ર્સે એક ગાર્બેજ બિન માટે એક સેન્સર ડિઝાઈન કર્યુ છે જે ભરાઈ ગયા બાદ સફાઈ માટે સિગ્નલ આપે છે. હજયાત્રાને ધ્યાનમાં રાખી સાફ સફાઈ માટે આ એપ મદદરૂપ મનાઈ રહી છે. તમને જણાવી દઇએ કે ૩ દિવસની હેકાથોન જિદ્દાહમાં ૧થી ૩ ઓગસ્ટ સુધી આયોજિત કરાઈ હતી જેમાં ૧૦૦થી વધુ દેશોની સઉદી મહિલાઓ સાથે સાથે સોફ્ટવેર ડેવલોપર્સ હાજર રહ્યા હતા. તુર્જમાન ટીમની એક સભ્ય મહિલાએ કહ્યું હતું કે અમે ખુદાની બંદગી કરીએ છીએ. ખરેખર અમે ઘણાં થાકી ગયા હતા અને ખુદાનો આભાર છે કે તેણે અમારી મહેનત સ્વીકારી અને અમે પ્રથમ ક્રમાંકે રહ્યા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    કેમ્પસમાં અંધાધૂંધી : પેલેસ્ટીન તરફી દેખાવોતીવ્ર થતાં અમેરિકી યુનિવર્સિટીઓમાં ભારે આક્રોશ

    (એજન્સી) તા.ર૪ગત સપ્તાહે કોલંબિયા યેલ…
    Read more
    International

    અમેરિકાની અનેક યુનિવર્સિટી કેમ્પસમાં ગાઝાસંઘર્ષ અંગે બાઇડેનના વલણ સામે વિરોધ પ્રદર્શનો

    કોલંબિયા યુનિવર્સિટીએ વ્યક્તિગત…
    Read more
    International

    સંયુક્ત રાષ્ટ્રએ ગાઝામાં સામૂહિક કબરોની‘વિશ્વસનીય અને સ્વતંત્ર’ તપાસ માટે આહ્‌વાન કર્યું

    (એજન્સી) તા.૨૩સંયુક્ત રાષ્ટ્ર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.