(એજન્સી) જિદ્દાહ, તા. ૧૮
સઉદીના તૈફમાં આવેલા સૌક ઓકાઝમાં કાબા કિસ્વા ફેક્ટરીના પ્રદર્શનથી મુલાકાતીઓને શાનદાર અનુભવ થયો હતો. સઉદી અરબ સરકારના પ્રયાસો દ્વારા કિસ્વા એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે અને બંને પવિત્ર મસ્જિદોમાં તેની ખાસ સારસંભાળ રખાય છે ઉપરાંત કિંગ અબ્દુલ અઝીઝના સમયગાળામાં કાબામાં ઘણા સુધારા વધારા થયા છે. આ વર્ષે સૌક ઓકાઝમાં કિસ્વા ફેક્ટરીના ભાગ લેવાથી વિવિધ તબક્કામાં તેના મહત્વ તથા કાબાના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વને સમજાવવામાં આવે છે.
કિસ્વાને તૈયાર કરવા માટે કિમતી ધાતુ અને શુદ્ધ સિલ્કનો ઉપયોગ કરવામાં આવે છે જેથી તેને તૈયાર થવામાં ઘણા મહિનાઓ લાગે છે. કિસ્વા જ્યાં સુધી તૈયાર ન થાય ત્યાં સુધી તેને વિવિધ તબક્કાની પ્રક્રિયામાં ૧૭૦ સૌથી અનુભવી કારીગરો જોતરાયેલા રહે છે. અરાફાતના દિવસે કાબા પર આ કિસ્વાને ઓઢાડવામાં આવે છે. કિસ્વાને બનાવવા માટે ૪૭ પ્રક્રિયામાંથી પસાર થયેલા કુદરતી બ્લેક સિલ્ક અથવા ફેક્ટરીમાં ૭૬૦ કિલોગ્રામના સિલ્કને ડાઇંગ કરવામાં આવે છે. આ કાપડ ૩૭.૧ મી.મી. પાતળું હોય છે અને તેને સફેદ કલરની લાઇન આપવામાં આવે છે. કિસ્વા ફેક્ટરી મુલાકાતીઓને સોના અને ચાંદીના દોરા વડા થતી એમ્બ્રોઇડરીને પણ દેખાડે છે. આ દોરાના આ ક્ષેત્રે કામ કરતા વિવિધ નિષ્ણાત કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવે છે.