National

સૌજન્ય મુલાકાત કે ૨૦૧૯ની તૈયારી : પીએમ મોદી ચેન્નઈમાં ડીએમકે અધ્યક્ષ કરૂણાનિધિને મળ્યા

(એજન્સી) ચેન્નઈ,તા. ૬
વડાપ્રધાન મોદીના એક રાજકીય પગલાંએ દક્ષિણ ભારતની રાજનીતિમાં રાજકીય જાણકારોને હેરતમાં મૂકી દીધા છે. સોમવારે વડાપ્રધાન પોતાની ચેન્નઈ મુલાકાત દરમિયાન ડીએમકે ચીફ કરૂણાનિધિને મળવા તેમના ઘેર ગયા. ડીએમકે કેન્દ્ર સરકારની નીતિઓની કટ્ટર આલોચક રહી છે. તેથી મોદી અને કરૂણાનિધિ વચ્ચેની આ મુલાકાત દરેકને હેરાન કરી રહી છે. મોદીએ કરૂણાનિધિની સાથે મુલાકાત કરીને તેમને દિલ્હીમાં તેમના આવાસે આવવાનું આમંત્રણ પણ આપ્યું. મોદી-કરૂણાનિધિ વચ્ચેની મુલાકાતથી અટકળો વહેવા લાગી કે શું તમિલનાડુમાં ભાજપ નવા સમીકરણની તલાશમાં છે. જો કે ભાજપે આવી અટકળબાજી પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. ભાજપે આને શિષ્ટાચાર મુલાકાત ગણાવી છે. ડીએમકેએ પણ કહ્યું આ મુલાકાતનો કોઈ રાજકીય અર્થ ન કાઢવામાં આવે. સૂત્રોના જણાવ્યાનુસાર, બન્ને નેતાઓ વચ્ચે લગભગ ૧૦ મિનિટ સુધી વાતચીત ચાલી હતી. આ દરમ્યાન મોદીએ કરૂણાનિધિને દિલ્હીમાં પોતાના આવાસે આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું અને ત્યાં આરામ કરવાનો આગ્રહ પણ કર્યો હતો. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કરૂણાનિધિ ઘણા લાંબા સમયથી બીમાર છે. મોદીએ રક્ષા મંત્રી નિર્મલા સીતારમન અને રાજ્ય ભાજપના અધ્યક્ષની સાથે તેમની મુલાકાતે પહોચ્યા હતા. મોદીએ તમિલ ભાષાના સમાચાર પત્ર દીના થન્થીની ૭પમી વર્ષગાંઠના અવસરે આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લીધા બાદ કરૂણાનિધિની સાથે તેમના ગોપાલપુરમ સ્થિત આવાસ પર મુલાકાત કરી હતી. આ મુલાકાત એવે ટાણે થઈ છે કે જ્યારે ડીએમકે કાર્યકારી અધ્યક્ષ એમ કે સ્ટાલીન કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યા છે. આ પહેલાં મીડિયાને સલાહ આપતા મોદીએ કહ્યું કે મીડિયા તેના કવરેજમાં વિશ્વસનીયતા જાળવે, મીડિયાની આઝાદીનો ડહાપણપૂર્વક ઉપયોગ થવો જોઈએ. મોદીએ કહ્યું કે મીડિયા જૂથોમાં તંદુરસ્ત સ્પર્ધા લોકશાહીના આરોગ્ય માટે સારી છે. મોદીએ કહ્યું કે ભારતમા ંરાજનીતિ કરતા પણ બીજું ઘણું બધું છે. ભારતમાં લાખો લોકો છે.મીડિયાએ લોકોની સિદ્ધિઓ પર ધ્યાન આપવું જોઈએ.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.