રાજકોટ,તા.૨૦
રાજકોટમાં આજે બપોર બાદ મેઘરાજાનું આગમન થયું છે. શાપર અને રાજકોટ શહેરના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરાતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી. લાંબી રાહ જોવડાવ્યા બાદ વરસાદ વરસતા લોકો નાહવા નીકળી પડ્યા હતા. જ્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. .બીજી તરફ આટકોટમાં પણ ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું. આ જ જસદણ તાલુકાના વિરપર ભાડલામાં વરસાદ થતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.ભાર બફારા બાદ ખાંભામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધીમી ધારે વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. વરસાદના આગમન સાથે બાળકો પણ રસ્તા પર વરસાદી માહોલમાં નાહવા નીકળી ગયા હતા.વાદળછાયા વાતાવરણ બાદ અમરેલી અને ધારીમાં પણ બપોર બાદ વરસાદનું આગમન થયું હતું. જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.