અમદાવાદ, તા.૩૧
સૌરાષ્ટ્ર કારડિયા રાજપૂત સમાજમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સામેનો વિરોધ વધતો જ જાય છે. બુધેલ ગામના પૂર્વ સરપંચ દાનસંગ મોરીના સમર્થનમાં આંદોલન શરૂ કરનાર રાજપૂત સમાજે જીતુ વાઘાણી માફી નહીં માંગે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. સાથે જ સૌરાષ્ટ્રના અનેક ગામોમાં જીતુ વાઘાણીએ પ્રવેશ કરવો નહીં તેવા પોસ્ટર પણ લાગ્યા છે તે જોતા આગામી સમયમાં આ આંદોલન વધુ ઉગ્ર બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
બુધેલ ગામના પૂર્વ સરપંચ સામે થયેલા તમામ ખોટા પોલીસ કેસ પાછા ખેંચી લેવા, તેમજ જીતુ વાઘાણી માફી માંગે તેવી માંગ સાથે આંદોલન શરૂ કરનાર કારડિયા રાજપૂત સમાજના કેટલાક લોકોએ આંદોલન વધુ ઉગ્ર બનાવાની ચીમકી સાથે સૌરાષ્ટ્રના ગામોમાં હવે જીતુ વાઘાણીનો વિરોધ વ્યક્ત કરવા જુદો રસ્તો અપનાવ્યો છે. જેમાં જીતુ વાઘાણીએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો બાંધી દીધા છે અને વાઘાણીને ગામમાં આવવા પર રોક લગાવી છે સાથે જ વિરોધ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે ગૌચર ચોર અને જીતુ વાઘાણીએ ગામમાં પ્રવેશવું નહીં. જો પ્રવેશશે તો તેમનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે. સાથે જ જ્યાં સુધી જીતુ વાઘાણી માફી નહીં માંગે અને ખોટા પોલીસ કેસ પાછા નહીં ખેંચાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
સૌરાષ્ટ્રના ગામોમાં જીતુ વાઘાણીનો વિરોધ : પ્રવેશબંધીના પોસ્ટર લાગ્યા

Recent Comments