કોલકાત્તા,તા.૨૩
ગઈકાલે ભારતે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ વન ડે શ્રેણી ૨-૧થી જીતી હતી. સિરીઝની અંતિમ મેચમાં ભારતે વિન્ડીઝને ૪ વિકેટથી હરાવ્યું હતું. કટક ખાતે રમાયેલ આ મહત્વપૂર્ણ મેચમાં રવિન્દ્ર જાડેજાએ પોતાના પ્રદર્શનથી સૌને પ્રભાવિત કર્યા હતા. ત્યારે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પણ રવિન્દ્ર જાડેજાના પ્રદર્શનથી પ્રભાવિત થઈને મોટી વાત કહી છે.
સૌરવ ગાંગુલીએ કહ્યું કે આ હરફનમૌલા ખેલાડીની બેટિંગમાં સુધાર ભવિષ્યમાં ભારતીય ટીમ માટે ઘણું મહત્વનું સાબિત થશે. વન ડે ફોર્મેટમાં ૧૧ અડધી સદી ફટકારનાર રવિન્દ્ર જાડેજાએ રવિવારે રમાયેલ મેચમાં સંઘર્ષના સમયે ૩૧ બોલમાં ૩૯ રન બનાવ્યા હતા અને અંત સુધી અણનમ રહ્યો હતો.
આપને જણાવી દઈએ કે વિન્ડીઝ વિરુદ્ધ ટીમ ઇન્ડિયાની શ્રેણી જીત બાદ સૌરવ ગાંગુલીએ એક ટ્વીટ કર્યું અને લખ્યું કે,‘વધુ એક જીત. સંઘર્ષના સમય સારી બેટિંગ કરવા બદલ શુભેચ્છા. બેટથી જાડેજાના પ્રદર્શનમાં સુધારો ખૂબ જ મહત્વપૂર્ણ છે.’
જાડેજાની બેટિંગમાં સુધાર ભવિષ્યમાં ટીમ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે : ગાંગુલી

Recent Comments