કોલકાતા,તા.૧
બી. સી. સી. આઈ. (બૉર્ડ ઑફ ક્ધટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા)ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યુ. ટી. સી.)ના હિસ્સા તરીકે રમાતી ટેસ્ટ મેચોને ફરજિયાત ચાર દિવસની કરવાના આઈ. સી. સી. (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ના પ્રસ્તાવ માટે કાંઈ કહેવું બહું વહેલું છે.
“પ્રસ્તાવ હજી આવવા દો… અત્યારે કાંઈ કહેવું બહુ વહેલું છે, એમ ગાંગુલીને અહીં ઈડન ગાર્ડન્સ ખાતે આ બાબતે પૂછવામાં આવતા કહ્યું હતું.
આઈ. સી. સી.ની ક્રિકેટ સમિતિ ૨૦૨૩-૨૦૩૧ દરમિયાનની ટેસ્ટ મેચોને ચાર દિવસથી ટૂંકાવા માટે સત્તાવારપણે વિચારણા કરશે.
ચાર દિવસની ટેસ્ટ મેચ નવો વિચાર નથી અને તે છેલ્લી વેળા ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડની ટીમો વચ્ચે આ વર્ષે રમાઈ હતી. દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેની ટીમોએ પણ ૨૦૧૭માં ચાર દિવસની ટેસ્ટ રમી હતી.