મુંબઈ,તા.૬
સૌરવ ગાંગુલીએ કેપ્ટન વિરાટ કોહલીને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં હાર્યા બાદ અંતિમ ૧૧માં બદલાવ નહી કરવાની સલાહ આપી છે. સાથે જ પૂર્વ ભારતીય કેપ્ટને મુરલી વિજય અને આંજીક્ય કહાણેને વધુ સારી રીતે બેટિંગ કરવાની સલાહ આપી છે.
સલામી બેટ્‌સમેન વિજયએ બર્મિઘમ ટેસ્ટમાં ૨૦ અને છ, જ્યારે મધ્યમક્રમના બેટ્‌સમેન રહાણેએ ૧૫ અને બે રન બનાવ્યા છે. આમ આ બંન્ને ખેલાડીઓએ માત્ર ૪૩ રનનું યોગદાન આપ્યું છે. ગાંગુલીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની પોસ્ટમાં લખ્યુ, જો તમારે ટેસ્ટ મેચ જીતવી હોય તો પ્રત્યેર ખેલાડીએ રન બનાવવા પડશે.
તેમણે કહ્યું,’આ પાંચ મેચોની સીરીઝની પ્રથમ ટેસ્ટ હતી અને મારૂ માનવું છે કે, ટીમમાં વાપસી કરવા અને સારૂ પ્રદર્શન કરવાની ક્ષમતા છે. અંજીક્ય રહાણે અને મુરલી વિજયને વધુ પ્રતિબદ્ધતા દેખાડવી પડશે, કારણ કે, તેઓ આવી પરિસ્થિતિમાં પહેલા પણ રન બનાવી ચૂક્યા છે.’
ગાંગુલીએ કહ્યું,’મને નથી લાગતું કે, હાર માટે કેપ્ટન જવાબદાર છે. જો તમે કેપ્ટન છો, તો હાર માટે જેવી રીતે તમારી આલોચના થાય છે તો એવી જ રીતે જીત માટે તમને શુભેચ્છા મળતી રહે છે.’
તેમણે કહ્યું,’કોહલીની આલોચના એ માટે પણ થઇ રહી છે કારણ કે શું તેણે પોતાના બેટ્‌સમેનોને બહાર કરતા પહેલા તેમને પર્યાપ્ત મોકા આપવા જોઇએ. એ પણ સાચુ છે કે, સતત અંતિમ અગિયારમાં બદલાવ કરવાથી ટીમના ખેલાડીઓમાં ડરનો માહોલ છે આટલા વર્ષો બાદ પણ તેઓ ટીમ પ્રબંધનનો વિશ્વાસ જીતવામાં અસફળ રહ્યા છે.’