નવી દિલ્હી, તા.૫
ભારતીય ટીમે તાજેતરમાં જ વેસ્ટઇન્ડીઝને ટેસ્ટ સિરીઝમાં ૨-૦થી હરાવ્યું. ભારતની આ જીતમાં ઝડપી બોલરો અને મધ્યક્રમનાં બેટ્‌સમેનોની મહત્વની ભૂમિકા રહી. ઓપનિંગ જોડી વધારે સફળ રહી નહી. ખાસ વાત એ છે કે, આ ટીમમાં રોહિત શર્મા સામન ન હતો, જેણે આઇસીસી વિશ્વ કપમાં પાંચ સદી ફટકારી હતી. તે વિરાટ કોહલીની ટેસ્ટ ટીમમાં પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન બનાવી ન શક્યો. દિગ્ગજ ક્રિકેટરોથી લઇ લાખો પ્રશંસકોને આ વાત ખટકી રહી છે કે રોહિત શર્મા ટેસ્ટ ટીમમાં કેમ નથી. સૌરવ ગાંગુલી પણ આ લિસ્ટમાં સામેલ છે અને તેમને વધુ એક વખત રોહિત શર્મા માટે અવાજ ઉઠાવ્યો છે.
દિગ્ગજ કેપ્ટન રહેલ સૌરવ ગાંગુલીનું માનવું છે કે, કેએલ રાહુલને ટેસ્ટ ટીમમાં ખુબ વધારે તક મળી ચૂકી છે. તે તકનો લાભ ઉઠાવી શક્યો નથી. માટે રોહિત શર્માને ઓપનર તરીકે રાહુલનું સ્થાન મળવું જોઇએ. કેએલ રાહુલ વિન્ડીઝસ વિરૂદ્ધ ચાર ઇનિંગમાં ૧૦૧ રન જ બનાવી શક્યો. તેનો સર્વોચ્ચ સ્કોર ૪૪ રન રહ્યો. તે પ્રથમ ટેસ્ટમાં બંને વખત સ્પિનરની ઓવરમાં આઉટ થયો. બીજી ટેસ્ટમાં બંને વખત ઝડપી બોલરના હાથે