કોલકાતા,તા.૨૭
બંગાળ ક્રિકેટ એસોસિએશન (સીએબી)ના ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, સૌરવ ગાંગુલીને બિનહરીફ સીએબીના અધ્યક્ષ પસંદ કરવામાં આવ્યા છે. તેમની સાથે ચાર અન્ય અધિકારીઓને પણ બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન ગાંગુલી જુલાઈ-૨૦૨૦ સુધી સીએબીના અધ્યક્ષ રહેશે. ત્યારબાદ તે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના બંધારણ પ્રમાણે ’કુલિંગ ઓફ પીરિયડ’ પર ચાલ્યા જશે.
પ્રશાસકોની સમિતિ (સીઓએ)ના આદેશ પ્રમાણે સીએબી શનિવારે પોતાની વાર્ષિય સામાન્ય સભા (એજીએમ)નું આયોજન કરશે. ચૂંટણી અધિકારી સુશાંતા રંજન ઉપાધ્યાયે બિનહરીફ ચુંટાવાની ખાતરી કરી છે.
ગાંગુલી બીજીવાર સીએબીનો અધ્યક્ષ બન્યો છે. ૨૦૧૫મા જગમોહન ડાલમિયાના નિધન બાદ ગાંગુલીએ પ્રથમવાર આ પદ સંભાળ્યું હતું.
ગાંગુલી સીએબીના પ્રમુખ પદે બિનહરીફ ચૂંટાયો, જુલાઈ ૨૦૨૦ સુધી પદ પર રહેશે

Recent Comments