(એજન્સી) નવી દિલ્હી, તા.૩૧
પવિત્ર રમઝાન માસનો આરંભ થઇ ચૂક્યો છે. મુસ્લિમ સમુદાયના લોકોના રોઝા સૂર્ય ઉગતા પહેલાંથી શરૂ થઈને સાંજે સૂર્ય આથમતાની સાથે ખતમ થાય છે પરંતુ કેટલાક દેશો એવા છે જ્યાં ઉનાળામાં સૂર્ય માત્ર થોડાંક જ કલાક માટે આથમે છે. ફિનલેન્ડ એવા દેશમાં સામેલ છે જ્યાં ર૩ કલાક અને પ મિનિટનો સૌથી લાંબો રોઝો છે. આર્કટિક મહાદ્વિપમાં લગભગ ર૪ કલાક સૂર્યપ્રકાશ જોવા મળે છે જ્યારે ઉત્તરીય ફિનલેન્ડમાં માત્ર પપ મિનિટ માટે જ સૂર્ય આથમે છે. આ વર્ષમાં પવિત્ર રમઝાન માસના અતિ તીવ્ર ગરમીમાં રોઝા શરૂ થયા છે. ફિનલેન્ડ જેવા દેશોમાં ઉનાળાની ઋતુમાં ર૪ કલાક સૂર્યપ્રકાશ રહે છે અને શિયાળામાં સૌથી ઓછા સમયના રોઝા હોય છે. મૂળ બાંગ્લાદેશના અને ફિનલેન્ડમાં રહેતા મોહમ્મદ મુજબ એમના રોઝો સવારે ૧ઃ૩પ વાગ્યાથી શરૂ થઈને ૧રઃ૪૮ કલાકે પૂરો થાય છે. જણાવી દઈએ કે આર્જેન્ટીનામાં સૌથી નાનો રોઝો ૯ કલાકનો છે જ્યારે એશિયામાં ભારતમાં લગભગ ૧૬ કલાક, પાકિસ્તાનમાં ૧પથી ૧૬ કલાક અને બાંગ્લાદેશમાં ૧પ કલાકના રોઝા છે.