(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૮
આ વર્ષે ર૭ જુલાઈના રોજ ર૧મી સદીનું સૌથી લાંબુ પૂર્ણ ચંદ્રગ્રહણ થશે. આ ચંદ્રગ્રહણ ૧૦૩ મિનિટ સુધી રહેશે અને તેની અસર મુખ્યત્વે ભારત, દ.આફ્રિકા, પ.એશિયા, ઓસ્ટ્રેલિયા અને યુરોપમાં જોવા મળશે. પૃથ્વીના પડછાયાના મધ્યમાંથી ચંદ્ર સીધો જ પસાર થવાને કારણે આ સમયગાળો આટલો લાંબો હશે. આ દરમિયાન સૂર્યથી વધારે દૂર હોવાને કારણે પૃથ્વીના પડછાયાનો આકાર મોટો હશે. ૧પ જૂન ર૦૧૧ બાદ આ પહેલું કેન્દ્રીય ચંદ્રગ્રહણ હશે. આ વર્ષનું આ બીજું પૂર્ણ ચંદ્રગ્રહણ હશે. જાન્યુઆરીમાં એક પૂર્ણ ચંદ્રગ્રહણ થયું હતું. ઉલ્લેખનીય છે કે, ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર પૃથ્વીના પડછાયામાંથી પસાર થાય છે. પૃથ્વીનો પડછાયો ચંદ્રના ભાગને આવરી લે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. જ્યારે ચંદ્રનો આખો ભાગ તે પડછાયાની અંદર આંખો સમાઈ જાય છે ત્યારે પૂર્ણ ચંદ્રગ્રહણ થાય છે અને આંશિક રૂપે સમાઈ જાય છે. તેને અર્ધ ચંદ્રગ્રહણ કહે છે. પડછાયો અંદર સમાઈ જતાં ચંદ્ર તે સમયે અંધકારમય લાગે છે.