(એજન્સી) નવી દિલ્હી, તા.પ
વર્તમાન મોંઘવારીના સમયમાં જ્યારે નાના પરિવારનો રિવાજ છે ત્યારે ભારતના મિઝોરમના પહાડી ગામમાં રહેનાર જીઓન ચાન નામના એક મહાશયે અનોખો કિર્તીમાન બનાવ્યો. જીઓન નામના પુરૂષને ૩૯ પત્નીઓ છે. જેના ૯૪ બાળકો છે. ૩૩ બાળકોના તે દાદા છે. જીઓનની ૧૪ પુત્રવધુઓ છે. આ પરિવારને વિશ્વનું સૌથી મોટું પરિવાર મનાય છે. મહત્ત્વની વાત એ છે કે ૧૮૧ લોકોના આ પરિવાર એકી સાથે એક જ ઘરમાં રહે છે. કારપેન્ટરનું કામ કરનાર જીઓનનો પરિવાર ચાર માળની ઈમારતમાં રહે છે. જેમાં ૧૦૦ ખંડ છે. જેમાં બધા ભેગા રહે છે. તમામ માટે રસોડું પણ એક જ છે. જેમાં પરિવાર માટે જમવાનું બને છે. પરિવાર માટે એક ટાઈમના ડીનરમાં ૩૦ ચીકન, ૬૦ કિલો બટાકા, સો કિ.ગ્રામ ભાત બને છે.