(એજન્સી) નાગપુર,૧૧
જ્યારે લાખો અન્ય ભારતીયો પોતાનો મત આાપવા માટે લાઈનમાં ઊભા હતા, ત્યારે વિશ્વની સોથી નાની મહિલા જ્યોતી આમ્ગે પણ મહારાષ્ટ્રના નાગપુરમાંથી પોતાનો મત આપ્યો છે. આમ્ગે માત્ર ૬૨.૬ સેમી (બે ફૂટથી થોડી વધુ) લાંબી છે.
રેડ એન્ડ વાઈટ સ્લીવ લેસ ડ્રેસ પહેરીને ૨૫ વર્ષની મહિલા ધૈર્યથી લાઈનમાં ઊભી  રહી અને પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો. આમ્ગે મીડીયાને જ્ણાવ્યું કે,”હું બધા લોકોને મતદાન કરવાનો આગ્રહ કરૂં છું. મહેરબાની કરીને પહેલાં મતદાન કરો પછી પોતાના તમામ કાર્ય પૂરાં કરવા માટે જાવ.”
આમ્ગે એક સેલેબ કુક અને ઉધમી છે તે બિગબોસ ૬માં જોવા મળી હતી. તેમણે અમેરિકન અને ઈટાલીયન ટેલિવિઝન શ્રેણીમાં અભિનય કર્યો છ ેઅને સેલિબ્રિટી વેક્સ મ્યૂઝિયમ,લોનાવાલા,પૂણેમાં તેમની એક પ્રતિમા છે.