National

વિશ્વના સૌથી પ્રદૂષિત ૨૦ શહેરોમાં ભારતના ૧૪નો સમાવેશ, ૨૫ લાખ મોત

નવી દિલ્હી,તા. ૨
જીનિવા સ્થિત વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વર્ષ ૨૦૧૬ના સૌથી પ્રદૂષિત શહેરોની યાદી જારી કરી દીધી છે. જેમાં ભારતના ૧૪ શહેરો સામેલ હોવાના હેવાલ મળ્યા છે. આ યાદીમાં કાનપુર ટોપ પર છે. સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં દિલ્હી છઠ્ઠા સ્થાને છે. ડબલ્યુએચઓના ડેટાબેસથી જાણી શકાય છે કે વર્ષ ૨૦૧૦થી ૨૦૧૪ વચ્ચેના ગાળામાં દિલ્હીમાં પ્રદૂષણના સ્તરમાં નજીવો સુધારો થયો હતો પરંતુ વર્ષ ૨૦૧૫માં ફરી એકવાર હાલત ખરાબ થઇ હતી.
આ અંગે દસ મહત્વના મુદ્દા
૧. દિલ્હીમાં પીએમ ૨.૫ એનુવલ એવરેજ ૧૪૩ માઇકેરોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર છે. જે નેશનલ સેફ સ્ટાન્ડર્ડથી ત્રણ ગણું વધારે છે. જ્યારે પીએમ ૧૦ એવરેજ ૨૯૨ માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર છે. જે નેશનલ સ્ટાન્ડર્ડથી ૪.૫ ગણો વધારે છે.
૨.સામાન્ય રીતે સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલે હાલમાં દાવો કર્યો હતો કે વર્ષ ૨૦૧૬ની તુલનામાં વર્ષ ૨૦૧૭માં વાયુ પ્રદુષણના સ્તરમાં સુધાર થયો છે. પરંતુ બોર્ડ દ્વારા હજુ સુધી ૨૦૧૭ માટે હવામાં વર્તમાન પીએમ ૨.૫નો આંકડો જારી કર્યો છે.
૩. વર્ષ ૨૦૧૬ના અંતમાં વાયુ પ્રદૂષણનો અંત લાવવા માટે કેટલાક પગલાં લેવામાં આવ્યા હતા. ઓક્ટોબરમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન, ડિસેમ્બરમાં ટ્રક પર ચાર્જ લાગુ કરવા અને પ્રદૂષણ નિયંત્રણ માટે કેટલાક પગલાં લેવામાં આવ્યા હોવા છતાં પ્રદૂષણના સ્તરમાં ઘટાડો થઇ રહ્યો નથી.
૪. વર્ષ ૨૦૧૦ના રિપોર્ટ મુજબ દિલ્હી સૌથી પ્રદૂષિત શહેરમાં હતું. ત્યારબાદ પાકિસ્તાનના શહેર પેશાવર અને રાવલપિંડી હતા.
૫. આ વખતે દુનિયાના ૧૦ સૌથી પ્રદૂષિત શહેરોમાં ભારતના અન્ય શહેરોમાં માત્ર આગરાનો સમાવેશ કરાયો હતો. વર્ષ ૨૦૧૧માં રિપોર્ટ જારી કરવામાં આવ્યો ત્યારે સ્થિતિ બદલાઇ ગઇ હતી.
૬. વર્ષ ૨૦૧૨માં સ્થિતિ બદલાઇ જવાની શરૂઆત થઇ હતી. દુનિયાના ૨૦ સૌથી વધારે પ્રદૂષિત શહેરોમાં એકલા ભારતના ૧૪ શહેરો હતા.
૭. વર્ષ ૨૦૧૩, અને વર્ષ ૨૦૧૪ તેમજ વર્ષ ૨૦૧૫માં પણ દુનિયાના સૌથી વધારે પ્રદૂષિત ૨૦ શહેરોમાં ભારતના ચારથી સાત શહેરો હતા. પરંતુ હવે બુધવારના દિવસે એટલે કે આજે જારી કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દુનિયાના સૌથી વધારે પ્રદૂષિત ૨૦ શહેરોમાં ભારતના ૧૪ શહેરો સામેલ છે.
૮. દિલ્હીને લઇને નિષ્ણાતો પણ સમજી શકતા નથી કે આખરે કયાં કારણસર વર્ષ ૨૦૧૫ અને વર્ષ ૨૦૧૬માં પ્રદૂષણમાં વધારો થયો છે. સીપીસીબી એર લેબના પૂર્વ પ્રમુખ દીપાંકર સહાએ કહ્યું છે કે વર્ષ ૨૦૧૫ અને વર્ષ ૨૦૧૬માં પ્રદૂષણમાં વધારો થયો છે. આના માટે ખેતરોમાં બિનજરૂરી વેસ્ટને સળગાવી દેવાથી પણ પ્રદૂષણ થાય છે. ૯. પડોશી રાજ્યોમાંથી પ્રદૂષણના રજકણો દિલ્હીમાં આવી જાય છે. તેના કારણે પણ પ્રદૂષણમાં વધારો થાય છે. વર્ષ ૨૦૧૩માં દુનિયાના ૨૦ સૌથી પ્રદૂષિત શહેરોમાં એકલા ચીનના બેઈજિંગ સહિતના ૧૪ શહેરો હતા. પરંતુ ત્યાં પ્રદૂષણની સમસ્યા પર કાબૂ મેળવી લેવામાં સફળતા મળી છે. આનું પરિણામ એ રહ્યું છે કે વર્ષ ૨૦૧૬માં ચીનના માત્ર ચાર શહેરો જ આ યાદીમાં સ્થાન મેળવી શક્યા છે.
૧૦. દિલ્હી અને બેઈજિંગ વચ્ચે પ્રદૂષણના સ્તર મામલે સીધી સ્પર્ધા પણ છે. ડબલ્યુ એચઓના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બેઈજિંગમાં વર્ષ ૨૦૧૩ બાદથી પ્રદૂષણના સ્તરમાં સતત ઘટાડો થઇ રહ્યો છે.

સૌથી પ્રદૂષિત શહેરો

શહેર પીએમ ૨.૫
કાનપુર ૧૭૩
ફરિદાબાદ ૧૭૨
વારાણસી ૧૫૧
ગયા ૧૪૯
પટણા ૧૪૪
દિલ્હી ૧૪૩
લખનૌ ૧૩૮
આગરા ૧૩૧
મુઝફ્ફરપુર ૧૨૦
શ્રીનગર ૧૧૩
ગુડગાંવ ૧૧૩
જયપુર ૧૦૫
પટિયાલા ૧૦૧
જોધપુર ૯૮

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.