(એજન્સી) નવી દિલ્હી, તા.ર૦
દેશભરથી લોકો કેરળમાં પૂર પ્રભાવિત લોકોની મદદ કરવા આગળ આવ્યા છે. ત્યાં જ યુએઈ એટલે કે સંયુક્ત અરબ અમિરાતમાં ભારતીય મૂળના કારોબારીએ પણ મોટું મન બતાવ્યું છે. આ બધા ઉદ્યોગપતિઓએ સાડા ૧ર કરોડ રૂપિયાની મદદ આપવા એલાન કર્યું છે. કેરળમાં પેદા થયેલા અરબપતિ બિઝનેસમેન એમ.એ.યુસુફઅલીએ પાંચ કરોડની મદદ આપવાનું એલાન કર્યું છે. એમ.એ.યુસુફઅલી લુલુ ગ્રુપના એમડી છે. ત્યાં જ ફાતિમા હેલ્થ કેર ગ્રુપના ચેરમેન કે.પી.હુસેને પણ પાંચ કરોડની મદદ કરવાની ઘોષણા કરી છે. હુસેન મુજબ તેઓએ રાજ્યના હેલ્થ સેક્રેટરીથી વાત કરી છે જેથી તેઓ ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફની ટીમને રાહત શિબિરોમાં મોકલવામાં આવી શકે. ભારતમાં પેદા થયેલા વધુ એક અરબપતિ બી.આર.શેઠ્ઠીએ બે કરોડ રૂપિયાની મદદ આપવા એલાન કર્યું છે. શેટ્ટી યુનિયની અને યુએઈ એકસચેન્જના ચેરમેન છે. લુલુ સમૂહના ચેરમેન તથા પ્રબંધ નિર્દેશક કેરળમાં જન્મેલા અને પોતાની જાતે અરબપતિ બનેલા યુસુફઅલી એમ.એ. કેરળ માટે પાંચ કરોડ રૂપિયાની સહાયતા કરવાની ઘોષણા કરી છે. તેમણે કહ્યું કે પાંચ કરોડ રૂપિયામાંથી એક કરોડ રૂપિયા સીધા મુખ્યમંત્રી રાહત કોષમાં જશે જ્યારે બાકી સારવારમાં સહાયતા માટે આપવામાં આવશે.