અમરેલી, તા.૧૮
અમરેલી જિલ્લાની પાંચ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની પાંચ બેઠક ઉપર કબજો કરી વિજયોત્સવ મનાવેલ છે ત્યારે જિલ્લાના મતદારોએ નોટા વિકલ્પનો પણ ઉપયોગ કર્યો હતો. જેમાં સૌથી વધુ સાવરકુંડલા બેઠક ઉપર મતદારોએ ૨૯૮૯ નોટામાં મત નાખી એક પણ ઉમેદવાર પસંદ નથી તેવો ઓપશન અપનાવ્યો હતો. જિલ્લામાં કુલ ૫ સીટોમાં પોસ્ટલ બેલેટ મતો તેમજ નોટા સહિત ૭,૨૬,૪૧૫ મતો પડ્યા હતા. જેમાંથી ૧૪,૧૩૨ નોટામાં મત મતદારોએ આપ્યો હતો. ધારી વિધાનસભા સીટ ઉપર ૧,૨૬,૯૪૩ મતો તમામ ઉમેદવારોના મળી પડ્યા હતા. જેમાંથી ૨૯૩૧ મતો નોટામાં પડ્યા હતા જ્યારે અમરેલી સીટમાં કુલ ૧,૬૯,૮૦૮ મતો પડેલ હતા. તેમાંથી ૨૮૬૯ મતો નોટામાં પડેલ હતા જ્યારે લાઠી વિધાનસભા સીટ ઉપર ૧,૨૯,૬૪૭ મતો ઈવીએમમાં પડેલ અને ૨૫૭૭ નોટામાં પડેલ હતા જ્યારે સાવરકુંડલા બેઠકમાં ઇવીએમમાં તમામ ઉમેદવારોના મળી ૧,૩૪,૪૭૨ મતો પડેલ જેમાંથી ૨૯૮૯ સૌથી વધુ નોટામાં મત પડેલ હતા તેમજ રાજુલા બેઠક ઉપર ઇવીએમમાં કુલ તમામ ઉમેદવારોના મતો મળી ૧,૬૫,૫૪૫ મતો પડેલ હતા. જેમાંથી ૨૭૬૬ મતો નોટામાં પડેલ હતા. આમ અમરેલી જિલ્લામાં કુલ ૭,૨૬,૪૧૫ માતોમાંથી ૧૪,૧૩૨ મતો નોટામાં પડ્યા હતા.