ઉના, તા.ર
સૈારાષ્ટ્રની ખ્યાતનામ ગાંડી ગીર ઘેલુડી ગીર નામથી ઓળખાતા ગીરનું જંગલ માત્ર ભારત પુરતું નહીં. વિશ્વના અદભૂત કુદરતી નજારો અજાયબી સમાં સિંહોનુ ઘર છે. દેશ-વિદેશના મહાનુભાવો પ્રકૃતિ પ્રેમી મોટી સંખ્યામાં ગીરમાં મુક્ત મને વિહાર કરતા સિંહોના એક સાથે ૨૧ના મોત થતાં સમગ્ર સૌરાષ્ટ્રના વનપ્રેમી પ્રકૃતિ પ્રેમીઓ ખળભળી ઉઠ્યા છે અને સિંહોના મોતના કારણને ખોટા ગણાવી સિંહોના મોત પાછળ માત્રને માત્ર તંદુરસ્ત ખોરાક ન મળતા હોય અને પર્યાવરણને નુકસાન કરતાં ગે.કા. ઉદ્યોગને જવાબદાર ગણાવી રાજા રજવાડા વખતથી વસ્તા ગીરના નેશડા માલધારીને જંગલમાં ફરી વસવાટ આપવા માંગ કરી રહ્યા છે.
પ્રકૃતિ-પર્યાવરણ વચ્ચે વસતા પ્રાણીઓ, પક્ષીઓ, વૃક્ષો, વનસ્પતિ, પહાડો, નદી, વોકળા, નાળા, જેવા કુદરતની અનમોલ ખજાના નયનરમ્ય પ્રાકૃતિ સૈદર્ય વચ્ચે ગીરના અજાયબી સમા સિંહો સદીઓથી વસવાટ કરતા હોય તે આટલી સંખ્યામાં ક્યારે પણ મોત થયાં નથી. જંગલમાં ૩૦૦ જેટલા માલધારી નેશડા હોવા છતાં સિંહ જેવા પ્રાણીને ઇજા પણ થઇ હોય તેવો એક કિસ્સો પણ ક્યારેય બહાર આવેલ નથી.
૧૯૮૦ પછી ગીરફોરેસ્ટના સત્તાધિશો દ્વારા મનઘડત નિર્ણયો કરાતા સૈારાષ્ટ્રની ગીરમાં વસતા માલધારી પરીવારોને રેવન્યું વિસ્તારમાં કાઢી મુકતા સિંહોને ઘણું મોટુ નુકસાન થઇ રહ્યુ છે. માલધારી વસાહત અને સદીઓથી માત્ર પશુપાલન પર આધારીત માલધારીના કારણે ખેતીનો અનુભવ શુધ્ધ ગોબર અને તંદુરસ્ત પશુંઓના શિકાર સિંહો અને વન્ય માસાહારી પ્રાણીને મળતા સિંહો વન્ય વિસ્તારમાં સુરક્ષિત વિહાર કરતા હતા. તેને થતી ઇજા અને બીમારી કે, કુદરતી રોગ પણ જોવા મળતો નહી. માલધારીના કારણે સિંહોની સુરક્ષા જળવાતી અને ગીર ધમધમતુ રહેતુ પરંતુ જંગલી કાયદાએ આ માલધારીને તગેડી મૂકતા ૬૦૦ જેટલા સિંહો સૈારાષ્ટ્રના ગીર જંગલમાં નોધારા બની જતા એક દાયકાથી સિંહ જેવા પ્રાણી શિકારની શોધ તેમજ શુદ્ધ કુદરતી નેચરલ વાતાવરણ મેળવવા ધકધકતા તાપથી બચવા રેવન્યુ વિસ્તારોની સીમમાં ખેતીની જમીનમાં પોતાના જીવોને બચાવવા આશરો બનાવી લીધો છે.
સમુદ્ધ પ્રકૃતિને ખોળે કિલ્લોલ કરતા સિંહ જેવી અજાયબી આજે પાયમાલ બની છે. તે પાછળ જંગલ વિસ્તારમાં ચાલતા ભરડિયા ગે.કા. ખાણો ભારે ઉદ્યોગો અને કેમિકલ્સ દવાઓ વાળા પાણીના કારણે રાષ્ટ્રીય અને રાજાશાહી પ્રાણીઓ ગીરને અલવિદા કરી રહ્યા છે. તે એક સદીના સમયમાં ક્યારે પણ જોવા ન મળયું હોય કે આપણા પૂર્વજોએ અનુભવ્યું ન હોય તે રીતે ગીરમાં ખોળો મુકીને પશુપાલકો સાથે હાલી નિકળયા હોય તેમ સિંહો સેંકડો કિ.મી. સૈારાષ્ટ્રના જુદા-જુદા જિલ્લા તાલુકા ગ્રામિણ વિસ્તારોમાં ભટકી રહ્યા છે. ગીર સિંહો પાણી પક્ષીનો ખોળો ખુંદી ઉછરેલ લોકોના મહત્ત્વે ગીર બોર્ડર પર વસ્તા ખેડૂતોને મોઢે સિંહ વિશે જાણોતો તે રોયલ રાજા પ્રાણી કહે છે તેનું જન્મભૂમિ માત્ર ગીરનું જંગલ છે. દશકાઓ પહેલા સિંહ પરિવારએ ગીરનો વિસ્તાર છોડેલ નથી અને ગ્રામિણ વિસ્તારમાં ગયા નથી. સિંહોને ગીરના વૃક્ષો વનસ્પતિની આબોહવા લહેરાતી નદીઓના નીર સિવાય ભાગ્યેજ તેની તબીયત કે તાસીરને માફક આવતું હોય છે. પરંતુ ગીરના સિંહો ટોળા રૂપે દરીયાઇ વિસ્તારના ગાંડા બાવળના જંગલમાં ભુખના દુખે ભટકતા થયાં છે જે વિસ્તારોના ભાંભળા પાણી કુદરતી આબોહવા તેની સંપૂર્ણ પણે પ્રતિકુળ નહી. હોવાના કારણે સિંહની હાલત કુતરા કરતા બદતર જોવા મળે છે. અને તેના પરિણામે આજે ગીરનું હીર ક્યા છે.? તેઓ ચોક્કસ પ્રશ્નો ઉઠી રહ્યો છે.
ગીરનો ઉંડાણ પૂર્વક અભ્યાસ કરનાર પ્રકૃતિ પર્યાવરણ પ્રેમી અગ્રણી રામભાઇ વાળાએ ગીરના સિંહોના મોત અંગે આધાતજનક સ્થિતીએ જણાવેલ કે આજથી દશ વર્ષ પહેલા ગીરના વિરાસત સમા સાવજો વેરવિખેર થયાં છે. તે વિશે લખયુ છે અને તેમાં ગીરના સાવજોને બચાવવા પશું પાલકો એવા માલધારી નેશડા અને વસાહતોને ગીરના જંગલમાં ફરી વખત વસાવી પશુંઓના મળ-મુત્ર છાણીયા ખાતરના રૂપમાં નદીઓ નાળા ધમધમતા કરાશે તો ગીરની પ્રકૃતિ ખીલી ઉઠશે ગીરના સાવજોને તંદુરસ્ત સહેલાઇથી શિકાર મળશે ઉજ્જડવેરાન અને નિર્જીવ જેવી પરિસ્થિતીમાં રહેલ જંગલ અને તેના પ્રાણીને જીવનદાન મળશે મુંગા પશું પ્રાણીઓ સુરક્ષિત બની જશે..
વર્તમાન સમયમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર વન્યપ્રાણી સિંહોના સંરક્ષણ ખાતર કરોડો ખર્ચ કરે છે. તેમ છતાં સિંહોના મોતની ઘટના તેની વ્યથા વેદના માત્ર કાકલુદી નહી કલ્પાંતરૂદન સમાન છે એ વાત સાચી છે કે આઝાદી પછી ક્યારે પણ ન બની હોય તેવી ગીરના રાજાઓની દયાજનક હાલત થઇ છે તે પાછળ વનવિભાગ અને સરકારનું તંત્ર તેની નિતી જવાબદાર છે આ સ્થિતીમાંથી બહાર આવવા સરકારે માલધારી નેશ અને તેના પશુંઓને ગીરમાં પાછા બોલાવાશે તે જંગલી પ્રાણી સુરક્ષિત બની જશે તેને ભટકવાનો સમય નહી રહે અને બિમારીથી બચી જશે રોગીષ્ટ પશુંઓની જગ્યાએ તંદુરસ્ત પ્રાણી પેટ ભરવા આરામથી મળી જશે. જંગલમાં કુદરતી રોનક જળહળી ઉઠશે.
ગીરના સિંહોના થતાં ટપોટપ મોત પાછળ દુઃખ વ્યક્ત કર્તા પર્યાવરણ પ્રેમી અને વન્યજીવ સાથે સંકળાયેલા શિક્ષણ પ્રેમી પુરોહીતભાઇએ જણાવેલ કે આજની યુવા પેઢી ગીરના સાવજોને નિહાળવા પાછળ ઘણા પ્રયોગ કરે છે તે પ્રાણી માટે જોખમ રૂપ છે. ગીરના પ્રાણીઓની સુરક્ષા સલામતી માટે સરકારે દરેક શાળા-કોલેજો અને પાઠ્ય પુસ્તકોમાં ગીર વૃક્ષો અને સિંહ જેવા પ્રાણીની જીવનશૈલી વિશેના પાઠ ભણાવવામાં આવે તો ગીરના વન્યપ્રાણી બચાવવા ઘણી મદદ મળી શકે છે..
સરકારના વનવિભાગના અધિકારી અને કર્મચારીઓ વન્યપ્રાણીઓ જોવા પોતાની સત્તાને નેવે મુકી કાયદાનો અમલ તોડી રહ્યા છે. દુનિયાની અજાયબી જોવા ગીરના સિંહોના મોતથી દીલ હચમચી ઉઠે છે. ત્યારે સરકારની કરોડો રૂપિયાની આવતી ગ્રાન્ટોનો જો કાયદેસર વન્ય વિસ્તારમાં ઉપયોગ કરાયતો રાષ્ટ્રની વિરાસત સાવજો આજે વેર વિખેર બન્યા છે. તે બની શક્યા ન હોત જંગલનો રાજા રઝળપાટ અને ભુખ-દુઃખ ભાંભળા પાણીથી બચાવવા અને તેની પીડાને સમજવા કલ્પાંત કરતાં પ્રાણીને પાલક બની ગીરના નેશડા ધમધમતા કરવા પડશે અને સૈારાષ્ટ્રની આન બાન શાનને બચાવવા વનપ્રેમી જનતા અવાજ ઉઠાવશે અને વનતંત્રને જવાબ આપવા પડશે તેવા પ્રયાસ કરીશું.
જંગલ વિસ્તારમાં ચાલતી ગેરકાયદે ખાણો, ભારે ઉદ્યોગો અને કેમિકલ્સવાળું પાણી સાવજો માટે જોખમકારક

Recent Comments