(સંવાદદાતા દ્વારા) સાવરકુંડલા,તા.૮
રફી સાહેબની ૩૭મી પુણ્યતીથિ નિમિત્તે સાવરકુંડલા ખાતે મો.રફીને અંજલી અર્પવા માટેનો પ્રોગ્રામ તા.૩/૮/૧૭ના રોજ શ્રી કૃષ્ણકુમાર સિંહજી વ્યાયામ મંદિર ખાતે ભવ્યાંતીભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો હંસાબેન ગજ્જર (વોઈસ ઓફ લતાજી), સિકંદરખાન પઠાણ (વોઈસ ઓફ રફી), સ્ટેટ બેંકના અધિકારી, મિલનકુમાર (ઈન્ડિયન આઈડલ સ્પર્ધક), જાનમોહંમદ (જાનિ) (વોઈસ ઓફ મુકેશ) પોતાની આગવી શૈલીમાં સૂર રેલાવી સમગ્ર પ્રોગ્રામને ચાર ચાંદ લગાવી દીધા હતા અને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શૈલેષભાઈ રવિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આવા પ્રોગ્રામ સાવકુંડલાના રફી-ભક્ત રજનીકાન્ત જાદવ દ્વારા દર વર્ષે પોતાની યથા શક્તિ મુજબ ઉજવે છે. રજનીભાઈની શારીરિક/આર્થિક મુશ્કેલીના કારણે તેને મદદરૂપ થવા માટે અમી એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી-ગફારભાઈ જાદવ તથા એસ.ટી. કંડક્ટર અબ્દુલભાઈ ચાંદ દ્વારા આ પ્રોગ્રામ મોટો અને વધુ સારો કરી લોકોનો સહકાર મેળવી થોડી મદદ કરવા આયોજન કરતાં સાવરકુંડલાના નામાંકિત અને સેવાભાવી લોકો, દેવચંદભાઈ યોગેશ્વર ડાયમંડ, મહેશભાઈ સુદાણી, ચંદ્રેશભાઈ રવાણી, હિતેશભાઈ સરૈયા, હેરિટેજ ગ્રુપના ડો.વડેરા, ડો.રાવલ, રાજ મોબાઈલ, સાગર મશીનરી, યુનુસભાઈ સવટ, ફારૂકભાઈ કાદરી(પત્રકાર), ઈદ્રીશભાઈ જાદધ(પત્રકાર), નંદલાલભાઈ સાદિયા, જનતા સંગીત વિદ્યાલય પરિવાર, ભરતબાપુ (પોલીસ) ઈમરાનભાઈ કોન્ટ્રાક્ટર વગેરેએ ખૂબ જ સહકાર આપી પ્રોગ્રામને સફળ બનાવેલ છે. શ્રી કૃષ્ણકુમાર સિંહજી વ્યાયામ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટીઓએ સહયોગ આપ્યો હતો.