સાવરકુંડલા, તા.ર૮
સાવરકુંડલાના આંબરડીમાં સ્વછતા અભિયાન જાણે કાગળ પર ચાલી રહ્યું હોય તેમ અહી ઠેર માંદગીના ખાટલા ઘર દીઠ નોધાઇ રહ્યાં છે જેમાં ચીકન ગુનિયાનો મચ્છર જન્ય રોગ જાણે અહી ઘર કરી ગયો હોય તેમ અહી આંબરડીમાં ઘર દીઠ ત્રણ લોકો હાલ ચીકન ગુનિયામાં ફસાઈ ચુક્યા છે અને તેની ગણતરી કરવામાં આવે તો હાલ ૧૦૦ લોકો તો ગામમાં ચીકન ગુનિયાના રોગી છે પરંતુ ૫૦૦થી વધુ લોકોને ચીકન ગુનિયા ભરખી ગયો હોવાનું આંબરડીના સામજિક કાર્યકર મહેશ ભાઈ ચોડવડીયા જણાવી રહ્યા છે અહી તેઓનો આક્ષેપ છે કે આરોગ્ય વિભાગ અને હેલ્થ સેન્ટરની કામગીર અહી શૂન્ય છે તેથી જ અહી રોજબરોજ દિન પ્રતિદિન ચીકન ગુનિયાનો મચ્છર જન્ય રોગ અહી વધી રહ્યો છે જેમાં ખાસ કરી અહી હેલ્થ સેન્ટર હમેશા બંધ જ હોય છે જેથી નાછુટકે અહીના લોકોને ખાનગી દવાખાના પ્રાઇવેટ હોસ્પિટલનો સહારો લેવો પડી રહ્યો છે. અહી ચીકન ગુનિયાના રોગીઓની વાત કરીએ તો મંજુલાબેન ચોડવડીયા, મુકેશ ભાઈ પટેલ, શૈલેશ મિસ્ત્રી, પીડી જોશી, સતાર ભાઈ શેખડા સહિતના લોકોને ચીકન ગુનિયા ભરખી ગયો છે અને આ રોગમાં ખાનગી દવાખાને લોકોને સાવરકુંડલા વોરા સાહેબની હોસ્પિટલ સહીતના તમામ ખાનગી દવાખાને હાલ આંબરડીના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે જેથી અહીનું આંબરડીનું આરોગ્ય કેન્દ્ર લોકોના જીવન સાથે ચેડા કરી રહ્યાનો ભાસ થઇ રહ્યો છે ખાસ કરી અહી હેલ્થ સેન્ટરની હોસ્પિટલ ઈમરજન્સી સેવામાં આવતી હોવા છતાં અહીનો સ્ટાફ ચાર વાગતા જ અહીંથી ચાલતી પકડે છે સામાન્ય રીતે હોસ્પિટલ ઈમરજન્સી સેવામાં આવે છે અહી ડોકટરો સહીત તમામ સ્ટાફને અહી જ ફરજીયાત રહેવાનું હોય છે છતાં તમામ સ્ટાફ અહીંથી સાંજે સાવરકુંડલા જતો રહેવાનો આક્ષેપ મહેશભાઈ ચોડવડીયા કરી રહ્યા છે ત્યારે તાકીદે અહી સમગ્ર ગામમાં ફોગીંગ થાય ગંદકી દુર થાય તે અત્યંત જરૂરી છે પરંતુ અહી ગામમાં લોક જાગૃતિનો પણ ખુબ અભાવ છે ત્યારે ૫૦૦થી વધુને ચીકન ગુનિયા અહી ભરખી ગયો હોય લોકો લોકો હવે હેલ્થ સેન્ટરના ભરોસે ઓછા અને ભગવાન ભરોસે વધુ છે અને લોકો ઈચ્છી રહ્યા છે કે તાકીદે હેલ્થ વિભાગ આળસ ખંખેરી આ વાયરસને કાબુમાં કરવાના પગલા ભરે.