ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારે સંવિધાન બચાવોના નારા સાથે અમદાવાદ શહેરના સારંગપુર સર્કલથી કલેકટર કચેરી સુધીની બાઈક રેલી યોજવામાં આવી હતી. ભાજપ સરકાર  દ્વારા એસ.સી. એસ-ટી અને ઓબીસી વર્ગની અનામત નાબૂદ કરવાના ષડયંત્રના વિરોધમાં યોજાયેલી બાઈક રેલીમાં પ્રદેશ  પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ, શહેર પ્રમુખ  શશીકાંત પટેલ, ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા, હિંમતસિંહ પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો બાઈક રેલીમાં જોડાયા હતા. રેલી કલેકટર કચેરીએ પહોંચ્યા બાદ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.