લખનૌ,તા.૩૧
ભાજપના બળવાખોર સાંસદ સાવિત્રી બાઈ ફૂલેએ કહ્યું છે કે, સમાજવાદી પાર્ટીમાં સામેલ નહીં થાંઉ પરંતુ લોકસભા ચૂંટણીમાં બીજેપીને હરાવવા માટે ગઠબંધનનું સમર્થન જરૂર કરીશ. તેમણે કહ્યું કે, કેટલાક લોકો મારા અન્ય પક્ષમાં સામેલ થવાને લઈ ભ્રામક વાતો ફેલાવી રહ્યા છે. ફૂલેએ કહ્યું કે, બીજેપી અનુસૂચિત જાતિ, જનજાતિ, લઘુમતીઓ સામે કામ કરી રહી છે. બહરાઇચના સાંસદ સાવિત્રી ફૂલએ કહ્યું કે, અખિલેશ યાદવ સાથે મુલાકાત બાદ બીજેપીના અનુસૂચિત જાતિ અને પછાત વર્ગો વિરુદ્ધના ફેંસલાની જાણકારી મળી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ટોણો મારતાં કહ્યું કે, યોગીનો દલિત પ્રેમ માત્ર દેખાડો છે. તેમને દલિતો સાથે પ્રેમ હોય તો ગળે લગાવીને તેમનું સન્માન કરે. ફૂલેએ એમ પણ કહ્યું કે, દેશમાં જેટલા પણ મંદિરો છે ત્યાં દલિતોને જ પૂજારી તરીકે રાખવા જોઈએ.